Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

હાલની આરોગ્યની પરિસ્થિતીની સમીક્ષા માટે જસદણ અને વિંછીયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની મુલાકાતે કુંવરજીભાઇ બાવળીયા

(વિજય વસાણી દ્વારા) આટકોટ,તા. ૨૮ : હાલ કોરોના મહામારી ફેલાયેલ છે, દર્દીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. ત્યારે વિંછીયા તાલુકાના અમરાપુર, મોઢુકા, દેવધરી,ભડલી તેમજ જસદણ તાલુકાના વડોદ અને ભાડલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સમીક્ષા મુલાકાત રાજ્યમંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ કરી હતી

આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં મામલતદાર, તાલુકા હેલ્થ ઓફીસર, તબીબી સ્ટાફ, પેરા મેડીકલ સ્ટાફ તેમજ સ્થાનિક આગેવાનોને સાથે રાખી આરોગ્ય કેન્દ્રોમાં ઘટતી દવાઓ, ઘટતો સ્ટાફ અને સુવિધાઓ, ઓ.પી.ડી. કેસ અંગે સમિક્ષા કરેલ અને ઘટતી બાબતો અંગે તાત્કાલીક ઘટીત કાર્યવાહી થવા સૂચનાંઓ આપેલ હતી.

હાલ કોરોનાની મહામારી સમયે પેરા મેડીકલ સ્ટાફ, આશા વર્કરો, આંગણવાડી કાર્યકરોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા ખાત્રી આપેલ અને આરોગ્ય કેન્દ્ર હેઠળના ગામોમાં સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓનું ટેસ્ટીંગ વધુમાં વધુ થાય તે અંગે તેમજ રસીકરણ અંગે લોકોમાં જાગૃતિ આવે અને તમામ લોકો કોરોના રસી લ્યે તે અંગે તમામ ગામોમાં સક્રિયતાથી અભિયાન ચલાવવવા જણાવેલ હતું.

(11:34 am IST)