Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

રાણાવાવની સીમમાં જુગાર રમતા ૭ શખ્સો ૩૪ હજારની રોકડ સાથે ઝડપાયા

પોરબંદર તા.ર૮ : રાણાવાવની સીમમાં જુગાર રમતા ૭ શખ્સોને રોકડ રૂ.૩૪ર૦ સાથે પોલીસે પકડી પાડેલ છે.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા જિલ્લામાં પ્રોહી- જુગારની બંદી નેેસ્તનાબુદ કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને પોરબંદર ગ્રામ્ય વિભાગના ઇન્ચા.ના. પો. અધિ. જે.સી.કોઠીયાનાઓના માર્ગદર્શન હેઠળ રાણાવાવજના પો. સ્ટે.ના પો. સબ. ઇન્સ. પી.ડી. જાદવ તથા સર્વેલન્સ સ્ટાફના પો. કર્મચારી સાથે રાણાવાવ પો. સ્ટે. વિસ્તાર પેટ્રોલીંગ દરમિયાન પો. કોન્સ. રમણભાઇ દેવાયતભાઇ પો. કોન્સ. જયમલભાઇ સામતભાઇનાઓને સંયુકત રીતે ખાનગી બાતમી રાહે મળેલ હકિકત આધારે રાણાવડવાળા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા લાલજીભાઇ કમા પરમાર ઉ.વ.૪૪ રહે. રમેશ પાન સામે છાયા, ભુરા કચરાભાઇ ભુવા ઉ.વ.પ૭ રહે. જપરસીમ વાડી વિસ્તાર રાણાવડવાળા ગામ, રામજીભાઇ દામજીભાઇ ચૌહાણ ઉ.વ.પર રહે. રાણાવાવ, ગીરધરભાઇ ગોવાભાઇ કુછડીયા ઉ.વ.૪૯ રહે. શંકર મંદિર પાસે વાડી વિસ્તાર ભોગામ, નારણ અરજનભાઇ ટુકડીયા ઉ.વ.૩પ રહે. વનાણા ગામ આવળ માતાજીના મંદિર પાસે તા. રાણાવાવ, જીજ્ઞેશ ભીખુભાઇ ઠકરાર ઉ.વ.૩ર રહે. છાયા, મનજી રામશીભાઇ જોષી ઉ.વ.૪ર રહે. મોકરગામ વાળાને રોકડ રૂપીયા ૩૪ર૦૦ તથા જુગાર અંગેનું સાહિત્ય સાથે પકડી પાડેલ છે.

આ કામગીરી પો. સબ. ઇન્સ. પી.ડી. જાદવ, પો. હેડ કોન્સ. જે.પી.મોઢવાડીયા, યુ.કે.વરૂ, ડી.પી. વરૂર, પો. કોન્સ. સંજય વાલાભાઇ, સરમણભાઇ દેવાયતભાઇ હિમાંશુભાઇ વાલાભાઇ, જયમલભાઇ સામતભાઇ, પરબતભાઇ લખમણભાઇ વિગેરે રોકાયેલા હતા.

(11:32 am IST)