Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

પ્રાચીન સમયમાં જન્મ-મરણની પુરતી નોંધ થયેલ ન હોય સોગંદનામુ કરવુ પડેઃ જન્માક્ષર માન્ય ગણાય

બે દાયકા પહેલા આસપાસ સીવીલ મેરેજનો એક ભાગ લગ્ન કરાર કરાતાઃ કયારેક વારસાઇ હકક માટે પ્રશ્ન ઉભો થાયઃ લગ્ન કરારની માન્યતા અલગ અલગ છે

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ર૮ :.. હિન્દુ સંસ્કૃતિમાં લગ્નની વિવિધત્તા સાર્થ જ્ઞાતિ રિવાજ  સંસ્કૃતિ જોડાયેલ છે. તે મુજબ બારોટ ચોપડે વંશવૃધ્ધી  - આંબો મંડાય છે. ઉત્તરો ઉતર પેઢી સચાવય છે. કોર્ટ માન્યતા દર્શાવે છે. વર્તમાન સ્થિતિ આજના યુવક-યુવતીઓ જે રાહ અપનાવેલ છે. તેને પરિવારના વડીલો સ્વીકૃત માન્યતા આપે છે. જયારે એવા પ્રસંગ ઉભો થાય ત્યારે ન્યાયકિય બાબત વચમાં આવે ત્યારે કપરૃં ચઢાણ કાયદાનું ચડવું કયારે મુશ્કેલ બને છે. અને ન્યાયકોર્ટમાં ન્યાય મેળવવા માટે ઘણી મુશ્કેલી સાથે પડકાર રૂપ બને છે. કઠીન પરીક્ષામાં પસાર થવું આજની યુવા પેઢીએ સમજદારી દાખવી આગળ વધવાનું છે.

આગળ વિશેષ હકિકતથી આગળ તે પહેલાં હિન્દુ વારસાય ધારાના હકકનો કાયદો તથા હિન્દુ સંસ્કૃતિને ઉજગાર કરતાં મહત્વ પૂર્ણ હિન્દુ-લો, હિન્દુ રક્ષીત કાયદો અમલમાં છે. સ્વભાવીક રીતે આપણા કાયદાઓ 'મનૃસ્મૃતિ' આધારીત છે. પરંતુ આચાર્ય મસુકખે રચેલ કાયદા - વિવરણ અઢાર ભાગમાં આધારીત છે. જેનો અભ્યાસ કરતાં પ્રર્વતમાન કાયદાના મુળને સ્પર્શ કરે છે. અઢાર ભાગના આચાર્ય મયુખ-રચીત ગ્રંથમાં દિવાની કાયદો ફોજદારી કાયદો - હિન્દુ સંસ્કૃતિ વારસાય હકક હિન્દુ લગ્ન વિગેરેનો સમાવેશ થાય છે. જેને ભારતની  વડી અદાલત તેમજ સર્વોચ્ચ અદાલતે સ્વીકારે છે. તે આધારે-અધિકૃત ગણે છે. ન્યાયના કાર્યમાં ઉલ્લેખ કરે છે.

આપણે ત્યાં હિન્દુ કાયદાનું રક્ષણ આપતા હિન્દુ લો-અમલમાં છે. કાયદાનું સ્વરૂપ સ્વીકારવામાં પણ 'મનસ્મૃતિ' આચાર્ય 'મયુખરચીત' કાયદાનો આશરો લેવાય છે. નીચેલી - અદાલતમાં ભાગ્યે જ અનુભવાય. પરંતુ વડી અદાલત સર્વોચ્ચ અદાલતમાં વિદ્વાન વકીલો, આધારભુત ગણી રજૂઆત કરી પોતાના અસીલો (કલાઇન્ટ) ના લાભાર્થે ઉપયોગ કરે છે.

હિન્દુ લો માં પ્રખ્યાત ગુજરાત - મહારાષ્ટ્ર માટે મુલ્લાં એન્ડ મુલ્લાને હિન્દુ લો-આધારીત છે. જયારે અન્ય રાજયો- દાયભાગ, મિસ્લાક્ષરા વિગેરે રચીત હિન્દુ લો અમલમાં છે. કલમ એક જ પરંતુ વિવરણ અલગ અલગ ઓલ ઇન્૯ીયા રીપોર્ટ યાને ઓ. આઇ. આરે. હિન્દુ લો-પ્રસિધ્ધ કરેલ છે. તેમાં અખબારમાં લીવ ઇન રીલેશનશીપ સમાજ માટે લાલબતી પ્રસિધ્ધ થયેલ તેમાં મહત્વ પૂર્ણ જાણકારી દર્શાવેલ છે.

સામાન્ય સિવીલ મેરેજ શબ્દ પ્રચલીત થયેલ છે. સીવીલ મેરેજ લગ્ન વિશેષની જાણકારી સરકારશ્રીએ સીવીલ મેરેજ લગ્નને માન્યતા આપેલ છે. કાયદેસર ગણાય છે. ન્યાયકોર્ટ દ્વારા પણ માન્યતા પ્રાપ્ત છે. તેની વિગત સમજવી જરૂરી છે. વિધીસર સીવીલ મેરેજ નોંધણી માટે ખાસ સ્પેશ્યલ મેરેજ રજીસ્ટ્રાર કચેરીમાં નોંધણી કરાવવાની હોય નોંધણી કરાવ્યા અરસ પરસ રજીસ્ટ્રાર મેરેજ નોંધણીમાં સહી કરાવે. નિયત ફી વસુલ લ્યે.

સિવિલ મેરેજ કરનારની ઉ઼મર પુખ્ત હોવી જોઇએ. કેટલાક કિસ્સામાં સાક્ષીની હાજરી સહી મેરેજ રજીસ્ટ્રાર કોર્ટના રજીસ્ટીરમાં સહી કરે સીધી નોંધણી થઇ શકે. આધાર ઉંમરનો વર્તમાન આઇડી પ્રુફ ઓળખ પત્ર અન્ય આધાર રજુ કરવાનો હોય જ્ઞાતિ વર્ણ દર્શાવવાના મેરેેજ કરનાર વ્યકિતએ પુરાવા રૂપે આપવાના હોય છે. વડીલો સંમતી આપે કે ન આપે. યુગલની ઉંમર પુખ્ત છે કે નહી તે વિશેષ ખરાય કરે છે. જેમાં જન્મ દાખલો, સ્કુલ લીવીંગ સર્ટીફીકેટો અન્ય ધારો પ્રાચીન સમય જન્મ-મરણ નોંધ થતી ન હોયય તેના કારણે પુરાવો મળવો મુશ્કેલ છે. પરંતુ સોગંદનામુ કરવુ પડે. જન્માક્ષર જન્મપત્રીકા માન્ય ગણાય. મેડીકલ સર્ટીફીકેટ વિગેરે નજરમાં લેવાય.અથવા લગ્ન રજીસ્ટ્રારને ખાત્રી થાય તે રીતે પુરાવો સ્વીકારે છે.

સિવિલ મેરેજ નોંધણી થયા પછીએેક માસની યાને ત્રીસ દિવસ અથવા સમયમર્યાદા નક્કી કરેલ હોય તે મુજબ લગ્ન રજીસ્ટ્રાર કચેરી દ્વારા જાહેર નોટીસ પ્રસિધ્ધ કરાય વાંધા વૃષ્ટિ કોઇના ન આવે અથવા આવેલ હોય તો તેની પુર્ણ ચકાસણી કર્યા બાદ સંતોષ લગ્ન રજીસ્ટ્રારને થયા બાદ પાકી નોંધણી કરી સિવિલ મેરેજ કર્યાનું પ્રમાણપત્ર આપવામાં આવે. સિવિલ મેરેજ માન્યતા મળ્યા પછી ગૃહસ્થ જીવન આગળ યુવક-યુવતી પતિ-પત્ની બન્યા બાદ ભોગવે. હિન્દુ સંસ્કૃતી જ્ઞાતિ સમાજ સંસ્કૃતીના વારસાય હક્કો ભાવી પેઢી વંશને મળે. પરંતુ કયારેય એવા કિસ્સામાં વિવાદીત પ્રશ્ન ન્યાય કોર્ટ ઉભો થયેલ છે ત્યારે ન્યાય અદાલત સિવિલ મેરેજને માન્યતા આપે છે. પરંતુ સિવિલ મેરેજ કર્યા પછી જ્ઞાતી સમાજ સંસકૃતી અગ્નિ સાક્ષીએ સપ્તપદીના ચાર ફેરા અથવા સાતથ ફેરા ફર્યાનું ધ્યાન લે છે તે પ્રશ્ન ઉદભવે છે તે આધારીત ન્યાયકિય તુલના થાય છે.

બે દાયકા આસપાસ સિવિલ મેરેજનો એક ભાગ લગન કરાર પણ કરવામાં આવતા તેમાં પણ ગૃહસ્થી જીવનના સુખ ભરણોપોષણ વંશવૃધ્ધિી માન્યતા વારસાય હક્ક જ્ઞાતિ સંસ્કૃતી જ્ઞાતિ ઉલ્લેખ ખાસ કરવાનો રહેતો લગ્ન પછી સ્ત્રીની જાતી ઓળખ નક્કી થાય છે. પતી જે જ્ઞાતિનો હોય તે તેમની જ્ઞાતી બને છે. તેમના સંતાનોને પણ પિતાની જ્ઞાતિ ઓળખ મળે છે. આ લગ્ન પણ નિયત સરકાર રજીસ્ટ્રાર કચેરીમાં નો઼ધવામાં આવતા રજીસ્ટ્રાર લગ્ન કરાર નોંધણી કરી ફી વસુલી સરકારી ચોપડે નોંધણી કરી અસલ દસ્તાવેજ લગ્ન કરાર પરત આપે. કયારેક વારસાઇ હક્ક માટે વિવાદ ઉભો થાય. આ લગ્ન કરારની માન્યતા ભીન ભીન્ન છે. સરકાર પણ માન્યતા આપે છે તે મર્યાદીત ખાસ કરીને કુદરતી વાલી પણાનું સાબીત કરવાનું હોય છે.

લગ્ન કરાર કર્યા પછી ધર્મ સંસ્કૃતી જ્ઞાતિ રીવાજ પ્રમાણે શાસ્ત્રોકત વિધિ વડીલોની હાજરીમાં અથવા સાક્ષીની હાજરીમાં સપ્તપદીના ફેરા ફરવા ગણેશ સ્થાપન વિગેરે દર્શાવેલ છે. જો તેમ કરેલ હોય તો તુરત જ માન્યતા કોર્ટ આપે છે તે માટે પુરાવો આપવાનો રહે છે. સરકારે લગ્ન કરારને ગેરકાયદેસર બે દાયકાથી ઠરાવેલ છે તે પેલાના માન્ય છે.

લગ્ન કરાર સરકારે ગેરકાયદેસર જાહેર કર્યા બાદ તેનો વિકલ્પ મૈત્રી કરાર અને દાસીપણાનો કરાર કરી યુવક-યુવતીઓ પરણીતની જેમ સાથે રહેવા લાગેલ તે  પણ ગેરકાયદેસર ઠરાવેલ છે. જેના વંશ વૃધ્ધીને માન્યતા મળવી મુશ્કેલ છે.

હાલ થતા લીવ એન્ડ રીલેશન કરારને પણ માન્યતા મળે છે. પરંતુ મુશ્કેલી રહે છે. કારણે આ લવી એન્ડ રીલેશન શીપ કરાર મર્યાદા સમયના કરાય છે. મુદત બંધી ન હોય  એક બીજાને અનુકુળ હોય ત્યાં સુધી અમલ કરી શકે. અનુકુળ ન આવે તો આ કરાર મુદત બાદ અથવા મુદત બંધી કરેલ ન હોય તો ગમે ત્યારે સમાપ્ત કરી શકે છે. ત્યારે વંશવૃધ્ધી માટે સ્વીકૃતીનો મોટો પ્રશ્ન વારસાઇ હક્ક વિગેરે માટે  જટીલ સમસ્યા રહે છે.

આ ઉપરાંત લગ્ન વિજ્ઞપ્તી નોંધણી કરવામાં આવે છે તેમ સિવિલ મેરેજ પર્યાય ગણે છે.  પરંતુ ખરેખર આ નોંધણી જ્ઞાતિ રિવાજ અથવા બંને પક્ષના વડીલોની સંમતી જ્ઞાતિ સંસ્કૃતી સમાજ અપનાવેલ નિયમ આધીન જ્ઞાતિ-વાડી-ઘર આંગણે ધાર્મિક સંસ્થા-આર્યસમાજ દ્વારા થયેલ લગ્ન  નોંધવા વિજ્ઞપ્તી અપાવે છે. તેમાં વર-કન્યા પક્ષ માતા-પિતા ભુદેવ દ્વારા થયેલ લગ્ન આધારો સોગંદનામુ જ્ઞાતિ સંસ્થાના દાખલા  કંકોત્રી આધારકાર્ડ ચુંટણી કાર્ડ પાન કાર્ડ વિગેરેમાંથી એક પુરાવો સામેલ વરકન્યાના ફોટો વિગેરે જોડી જેમને સરકારે માન્યતા આપેલ કચેરીમાં નોોંધાવવાના હોય છે. મહા પાલીકા, નગર પાલીકા, ગ્રામ પંચાયત-રજીસ્ટ્રાર કચેરી વિગેેરે સુચના મુજબ કાયદાથી નોંધાય છે.

(11:31 am IST)