Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

દ્વારકા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ૩૦૦૦ જેટલી આયુર્વેદીક પોટલીનું નિઃશુલ્‍ક વિતરણ

મીઠાપુર : દ્વારકાની જાણીતી સેવાકીય સંસ્‍થા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા કપુર, અજમો અને લવિંગની આર્યુવિદક પોટલી બનાવી તેનું નિઃશુલ્‍ક વિતરણ કરવામાં આવ્‍યુ હતું. આ વિતરણ દ્વારકાના ત્રણ બત્તી વિસ્‍તારમાં કરવામાં આવ્‍યુ હતું. આ વિતરણમાં સ્‍વામિનારાયણ આશ્રમના કોઠારી મહંત સ્‍વામીશ્રી ગોવિંદપ્રસાદ સ્‍વામીજી તથા જે.પી.સ્‍વામી તેમજ રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ અશ્વિનભાઇ ગોકાણી, દ્વારકાના વેપારી અગ્રણી કિરીટભાઇ સીમરીયા, શિવગંગા ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ ઇશ્વરભાઇ ઝાંખરીયા, હિરેનભાઇ ઝાંખરીયા, વિમલભાઇ મકવાણા, દીપકભાઇ સવાણી તેમજ સ્‍ટાફના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા. આ નિઃશુલ્‍ક વિતરણમાં ૩૦૦૦ જેટલી પોટલીનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. (તસ્‍વીર-અહેવાલ : દીવ્‍યેશ જટણીયા -મીઠાપુર)

 

(10:29 am IST)