Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

લોકડાઉનને પગલે ન્યાયતંત્ર દ્વારા વિડીયો કોન્ફરન્સથી સુનવણીઃ જામનગરના લોહાણા વેપારી પિતા-પુત્રની ધરપકડ ન કરવા પોલીસને ગુજરાત હાઈકોર્ટ નો વિડીયો હિયરીંગમાં આદેશ

આરોપીઓ વતી અમદાવાદનાં વકીલ પ્રેમલ રાચ્છે દલીલો કરી

જામનગરઃ  ગાંધીનગર - ૩૧ માં વસતા કમલેશ નરોત્તમ દત્તાણી અને પુત્ર નીખીલ દત્તાણી સામે જામનગર સીટી બી ડીવીઝન બેડેશ્વર માં વસતા દેવાભાઈ રાજાભાઈ પરિયાએ મારકૂટ અને જ્ઞાતિ વિષે ખરાબ શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી છે તે મુજબની એટ્રોસિટી અને આઈપીસી ની કલમો હેઠળ ફરિયાદ આપેલ . આથી આરોપી પિતા પુત્રએ જામનગર ની અદાલત માં આગોતરા જામીન અરજી કરતા જે જામનગરની અદાલતે રદ કરેલ. ત્યારબાદ આરીપોએ હકીકતના અને કાનૂની મુદ્દા સાથે ગુજરાત હાઈકોર્ટમાં વકીલ પ્રેમલ રાચ્છ મારફત આગોતરા જામીન અરજી ની અપીલ કરેલ અને અપીલ મંજુર નાં થઈ ત્યાં સુધી પોલીસ ધરપકડ કરે નહિ તેવી માંગણી કરેલ.

લોકડાઉનનો સમય હોય નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલ સર્ક્યુલર મુજબ અપીલ ફાઈલિંગ દ્વારા ઈન્ટરનેટથી ફાઈલ કરવામાં આવેલ અને ત્યાર બાદ અપીલની સુનવણી - દલીલો ગુજરાત હાઈકોર્ટ દ્વારા વિડીયો કોન્ફરન્સથી હાથ ધરવામાં આવેલ. વકીલ પ્રેમલ રાચ્છએ ગુજરાત હાઈકોર્ટ નાં ચીફ જસ્ટીસ સમક્ષ પોતાના ઘેરથી વિડીયો મારફતે દલીલો કરેલ અને સરકારી વકીલે પોતાના ઘરે થી દલીલો કરેલ જે રજુઆતો બાદ મૂળ ફરીયાદી ને હાજર થવા નોટીસ કાઢવા હુકમ કરેલ છે અને પંદર જુન ૨૦૨૦ સુધી આવતી સુનવણી નાં થાય ત્યાન સુધી પોલીસ પિતા પુત્ર ની ધરપકડ કરે નહિ તેવો હુકમ કરેલ છે. આ અપીલ માં આરોપીઓ નાં વકીલ તરીકે જામનગર ના રુચિર રાવલ અને અમદાવાદ ના પ્રેમલ રાચ્છ રોક્યા છે.

(10:47 pm IST)