Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

મુન્દ્રા: આડા સંબંધમાં પરપ્રાંતીય યુવકનું ગળુ કાપી હત્યા

(ભુજ) મુન્દ્રાની શક્તિનગર સોસાયટીમાં આજે સાંજે ઝારખંડના યુવાનની હત્યા થઈ હતી. છરી વડે ગળુ કાપીને આ યુવાનને રહેંસી નાખવામાં આવ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધીને મૃતક યુવાનના હત્યારાને ઝડપવાની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક કારણ મુજબ આડા સંબંધમાં આ યુવાનની કરપીણ હત્યા કરાઈ હોવાનું જાણવા મળે છે.

(8:41 pm IST)