Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

સગા નાનાભાઇના મૃત્યુનો વિષાદ ધરબી દઇ ASI ગણત્રીના કલાકોમાં ફરજ પર

એસ.પી. બલરામ મિનાએ ફરજ નિષ્ઠા બિરદાવી

રાજકોટ તા. ર૮: જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મુસ્તાકભાઇ ફૈજુભાઇ ચૌહાણ એ.એસ.આઇ.ના સગા નાનાભાઇ હબીબભાઇ ફૈજુભાઇ ચૌહાણ ઉ.વ.૪૦ રહે.   રાજકોટનું     તા. ર૬/૦૩/ર૦ર૦ના રોજ દુઃખદ અવસાન થયેલ હોય જેની અંતિમવિધી ગઇકાલ સાંજના પૂર્ણ કરી તેઓ આજરોજ સવારે સ્વેચ્છાએ ફરજ પર હાજર થઇ ગયા હતા. સગા નાનાભાઇના મૃત્યુનો વિષાદ છાતીમાં ધરબી દઇ ફરજ પર ગણત્રીના કલાકોમાં હાજર થઇ ગયેલા ASI ગોજીયાની ફરજ નિષ્ઠાને ચારે તરફથી બિરદાવાઇ રહી છે.

(2:38 pm IST)