Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

ચૈત્રી નવરાત્રીમાં 'આનંદના ગરબા'નું મહાત્મય : રોગ - ભય - કષ્ટથી મુકિત મળે

ગોંડલના બાબાભાઇ વ્યાસ દ્વારા જનહિતાર્થ અનુષ્ઠાન

રાજકોટ તા. ૨૮ : ચૈત્ર મહિનો શરૂ થયો છે. તેમાં ચૈત્ર નવરાત્રીનું મહત્વ હિંદુ ધર્મમાં ઘણું છે. ચૈત્ર મહિનાની નવરાત્રીમાં આનંદના ગરબાનું મહાત્મય ખૂબ જ છે.

ગોંડલના જાણીતા જ્યોતિષાચાર્ય હસમુખભાઇ (બાબાભાઇ) વ્યાસે જણાવ્યું છે કે, ચૈત્રી નવરાત્રી દરમિયાન આનંદનો ગરબો લેવાથી રોગ, ભય, પીડા, શારીરિક કષ્ટ, ઉપાધી નાશ પામે છે.

હાલમાં કોરોનાને લઇને સમગ્ર જિલ્લામાં પ્રજામાં ભય ફેલાયો છે ત્યારે હિંદુ ધર્મ મુજબ ચૈત્ર નવરાત્રીમાં આનંદનો ગરબો કરવાથી આવી પીડી, ભય, રોગ, ચિંતા, વ્યાધી, ઉપાધીનો નાશ થાય છે.

ગોંડલના બાબાભાઇ વ્યાસ માતાજીના પરમભકત છે. તેઓએ ચૈત્ર નવરાત્રીનું અનુષ્ઠાન રાખીને સમગ્ર વિશ્વ, પ્રજા, ભારતીયોની સુખાકારી માટે આનંદના ગરબાનું રોજેરોજ પઠન કરી રહ્યા છે અને વહેલાસર આ ઉપાધીનો નાશ પામે તે માટે માતાજીની ભકિત દ્વારા લોકોની સુખાકારી માટે પ્રાર્થના શરૂ કરી છે.

(2:37 pm IST)