Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

દામનગરમાં શંકાસ્પદ કેસઃ પરપ્રાંતિય બે યુવાનના સેમ્પલ ભાવનગર મોકલાયાઃ સાંજે રીપોર્ટ આવશે

અમરેલી જીલ્લામાં આકરા પગલાં: ૧૧૫ શખ્સો સામે જુદા જુદા ૯૬ ગુન્હા દાખલઃ ૩૦૨ વાહનો ડીટેઇન

અમરેલી, તા.૨૮: અમરેલી જિલ્લામાં આજ સુધીમાં કોરોના ના લક્ષણોવાળા કુલપાંચ શંકાસ્પદ કેસો આવ્યા હતા અને તમામના રિપોર્ટનેગેટીવ આવ્યા હતા ત્યા શુક્રવારે સાંજે દામનગરથી વધુ એક શંકાસ્પદ કેસ આવ્યો છે બીહારનો યુવાન રેલવે સાથે સંકળાયેલ છે અને તેની સાથે રહેનાર હેદ્રાબાદના શખ્સનો હીસ્ટી તથા તેના લક્ષણોને કારણે તેને અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલના આયસોલેશન વોર્ડના શંકાસ્પદ વોર્ડનાવિભાગમાં રાખવામાં આવ્યો છે તેના સેમ્પલ લઇ ભાવનગર મોકલાયા છે આજે સાંજે તેનો ભાવનગરથી રિર્પોટ આવનાર છે.

કોરોના અટકાવવાની શ્રી નિર્લિપ્ત રાય દ્વારા આકરાપગલાઓ સતત શરૂ છે છેલ્લા ર૪ કલાકમાં ૧૧૫ શખ્સો સામેજુદાજુદા ૯૬ ગુન્હાઓ દાખલ કરી વાહનો કબ્જે કરવામાં આવેલ છે તથા ૩૦૨ વાહનો ડીટેઈન કરવામાં આવેલ છે.

કોરોના મહામારીની ગંભીરતાનેહળવાશથી લઇ કેટલાક નમુનાઓ દ્વારા ગઇકાલે પાન મસાલાની દુકાનો ખુલી રાખી જાહેરનામાનો ભંગ કરતા આવા પાંચ નમુનાઓ સામે અમરેલી સીટી, બાબરા, લાઠી પોલીસ સ્ટેશનમાં દ્યી એપેડેમીકડીસીઝ એકટ ૧૮૯૭ ની કલમ ૩ મુજબ તથા ઇ.પી.કો. કલમ ર૬૯, ૨૭૦, ૧૮૮ મુજબ ૬૦ ગુન્હા રજી. કરાવવામાં આવેલ છે.

જયારે વગર કારણે વાહનો લઇને તેમજ વાહનો વગર આંટા-ફેરા મારતા ૬૦ નવરાઓ સામે સાવરકુંડલા રૂરલ, લાઠી, બાબરા, વંડા, દામનગર તથા ખાંભા પોલીસ સ્ટેશનમાં ધી એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭ ની કલમ ૩ મુજબ તથા ઈ.પી.કો. કલમ ર ૬૯, ૨૯૦, ૧૮૮ મુજબ ૮૦ ગુન્હાઓ રજી. કરાવવામાં આવેલ છે.

આવા સમયે ધાર્મિક કામ માટે માણસો ભેગા કરી, જાહેરનામાનો ભંગ કરતાં ૪ ઇસમો સામે મરીન પીપાવાવ પો.સ્ટે.માં ધી એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭ ની કલમ ૩ મુજબ તથા ઈ.પી.કો. કલમ ર૬૯, ૨૭૦, ૧૮૮ મુજબ ૧ ગુન્હો રજી. થયેલ છે.અને માસ્ક પહેર્યા વગર તથા સેનીટાઇઝર સાથે નહીં રાખી જાહેરમાં મળી આવી જાહેર આરોગ્ય સાથે ચેડાં કરતાં ૧૮ શખ્સો સામે વડીયા, લીલીયા, બગસરાપો.સ્ટે.માં ધી એપેડેમીક ડીસીઝ એકટ મુજબ ૧ ૮ ગુન્હાઓ દાખલ કરાયા છે. ૬ શખ્સો સામે નાગેશ્રી વિસ્તારમાં ૮ ગુન્હાઓ દાખલ કરાયા છે.

જયારે કોરોના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી અમરેલી જિલ્લામાં પ્રવેશતા રર સામે અમરેલી સીટી, ડુંગર તથા લીલીયા પોલીસસ્ટેશનમાં સાત ગુનાઓ નોધેલ છે અને કુલ ૩૦૨ વાહનો ડીટેઇન કરવામાં આવેલ છે.

(1:15 pm IST)