Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

જામનગરમાં ઝઘડો ન કરવા કહ્યું છતાં મહિલા પર હુમલો કર્યો

કલમ ૧૪૪ની ભંગ કરવા એક શખ્સ સામે ફરિયાદ

જામનગર તા. ૨૮ : સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મધુબેન વશરામભાઈ કરશનભાઈ કણજારીયા એ ફરીયાદ નોંધાવી છે કે, મહાપ્રભુજીની બેઠક પાસે આરોપીઓ વિમલ જેરામભાઈ કણજારીયા, સુનીલ જેરામભાઈ કણજારીયા, રે. જામનગરવાળાએ ફરીયાદી મધુબેનના દેરની દિકરી મીનાક્ષી સાથે ઝઘડો કરતા હોય જેથી ફરીયાદી મધુબેને આરોપીઓને ઝઘડો નહીં કરવાનું કહેતા બન્ને આરોપી ઉશ્કેરાઈ જઈ ફરીયાદી મધુબેનને કહેલ કે તમો મીનાક્ષીનું કેમ ઉપરાણુ લ્યો છો તેમ કહી ફરીયાદી તથા સાહેદને ગાળો આપી આરોપી વિમલએ પથ્થરથી ફરીયાદી મધુબેનના માથાના ભાગે મારી ઈજા કરેલ તથા આરોપી સુનીલ જેરામભાઈએ લાકડાના ધોકાથી સાહેદ જયેશને જમણા પગે મારી મુંઢ ઈજા કરી ગુનો કરી એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

જાહેરનામાનો ભંગ કરતા ફરિયાદ

સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. રવીરાજસિંહ અનિરૂઘ્ધસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, રાજેશભાઈ ગોવિંદભાઈ રૂપાપરા, સુજીતભાઈ રામકલપભાઈ યાદવ, આરીફભાઈ અનવરભાઈ શેખ, આસીફભાઈ અમીનભાઈ તરીયા, રે. જામનગરવાળાએ ભારત સરકારશ્રી તથા ગુજરાત સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ રોગચાળો વકરે નહી અને સાવચેતીના પગલા લેવામાં આવી રહેલ હોય આ અંગે એક જગ્યાએ જાહેરમાં ચાર કે તેથી વધારે લોકોએ એક સ્થળે એકઠા થવા પર જામનગર અધિક કલેકટર દ્વારા તેઓના જાહેરનામા થયેલ હોય તેમ સક્ષમ અધિકારીની પરવાનગી વગર એક સ્થળે એકઠા  ચાર કે તેથી વધુ લોકો એકઠા થઈ ગુનો કરેલ છે.

(1:15 pm IST)