Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

જામનગર - કાલાવડમાં હથિયાર બંધીના જાહેરનામાના ભંગ બદલ ગુન્હા નોંધાયા

જામનગર તા. ૨૮ : સીટી સી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અલ્તાફ ગુલમામદ બાબવાણી એ ફરીયાદ નોધાવી છે કે, શંકર ટેકરી ખોડીયાર માતાના મંદિર પાસે ફરીયાદી અલ્તાફભાઈના ભાઈને આરોપી જયરાજસિંહ સુરુભા ચૌહાણ ના છોકરા સાથે થોડી બોલાચાલી થયેલ હોય અને પછી આરોપી જયરાજસિંહ સુરુભા ચૌહાણ નો છોકરો તેમજ આરોપી પૃથ્વીરાજસિંહ કિશોરભાઈ વાઢેર બન્ને સાથે ખોડીયાર મંદિર પાસે બેસેલ હતા તે વખતે ફરીયાદી તેમજ સાહેદો સમજાવવા જતા અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી આરોપી પૃથ્વીરાજસિંહ એ ફરીયાદી અલ્તાફને ગાળો આપી તેની પાસે રહેલ છરીનો એક ઘા ફરીયાદી અલ્તાફને જમણા હાથમા મારી ઈજા કરી તેમજ સાહેદ જુસબભાઈને છરીનો એક ઘા માથામા મારી ઈજા કરી તેમજ બીજા સાહેદોને આરોપી જયરાજસિંહ સુરુભા ચૌહાણ, ચીનીનો છોકરો, જયેશ લખમણભાઈ પીલ્લે, રે. જામનગરવાળા એ ગાળો આપી લાકડાના ધોકાથી મુંઢ માર મારી તેમજ ફરીયાદી અલ્તાફ તેમજ સાહેદોના વાહન હોન્ડા તેમજ રીક્ષામાં કાચ લાઈટ તેમજ ટાંકીમાં ખાડા પાડી દઈને કિંમત રૂ.પ૦૦૦નું નુકશાન કરી એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

સીટી સી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પૃથ્વીરાજસિંહ કિશોરભાઈ વાઢેર એ ફરીયાદ નોધાવી છે કે, શંકર ટેકરી ખોડીયાર માતાના મંદિર પાસે ફરીયાદી પૃથ્વીરાજસિંહના નાતીલા જયરાજસિંહના દિકરા કૃણાલને આરોપી અલ્તાફ ગુલામામદ બાબવાણી ના ભાઈ સાથે થોડી બોાલચાલી થયેલ હોય અને પછી આ કૃણાલ ફરીયાદી પૃથ્વીરાજસિંહ સાથે મંદિર પાસે બેસેલ હતો અને ફરીયાદી પૃથ્વીરાજસિંહએ અગાઉ આરોપી અલ્તાફ સામે ફરીયાદ કરેલ હોય જેનો ખાર રાખીને અન્ય આરોપીઓ અલ્તાફ ગુલમામાદ બાબવાણી, પપ્પુભાઈ ઉર્ફે અલ્તાફભાઈ કાસમભાઈ અખાણી, જુસબ ઉમરભાઈ ખીરા, મહમદ જાકીરહુશેન સેતા, રે.જામનગરવાળા મળીને ફરીયાદી પૃૃથ્વીરાજસિંહને ધોકાથી વાસામા મુંઢ માર મારી ગાળો આપી એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

કાલાવડમાં જાહેરનામાનો ભંગ કરતો શખ્સ ઝડપાયો

કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. વરજાંગભાઈ વસરામભાઈ છૈયા એ ફરીયાદ નોંધાવી છે કે, સરકારી દવાખાના સામે, રોડ ઉપર કાલાવડમાં આ કામના આરોપી સોયેબ સલીમભાઈ કાજી, રે. કાલાવડમાં રાજય સેવકની હેશીયતથી કરેલ વિનંતી આધારે આ મહામારીને નિયંત્રીત કરવામાં ફરજમાં સહાય રૂપ થવા પોતે બંધાયેલ હોવા છતા ઈરાદા પૂર્વક સહાય ન આપી સહકાર ન આપી બીનજરૂરી બહાર નીકળી તથા લોકોને ભેગા કરી તથા નિર્લજ પણે વર્તન કરી તથા મહામારી બાબતે સલામતી જાળવવાની અને અશાંતિ અટકાવવાની જોગવાઈ હોવા છતા તેમ ન કરી ગુનો કરેલ છે.

(1:14 pm IST)