Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં જાહેરનામાં ભંગના અનેક ગુન્હા

ભાણવડ, ખંભાળીયા, કલ્યાણપુર, સલાયા, મીઠાપુરમાં રર સામે ફરિયાદ

ખંભાળીયા તા. ર૮ : દ્વારકા જિલ્લામાં જાહેરનામા અને લોકડાઉન ભંગકરવા બદલ કુલ રર વિરૂદ્ધ ગુના નોંધાયા છે. એમ છતા લોકો સમજવાનું જાણે નામ જ નથી લેતાં તેવું દેખાઇ રહ્યું છે. ભાણવડ પોલીસે લોકડાઉન દરમ્યાન દુકાન ખુલ્લી ાખવી અને જાહેરમાં બિનજરૂરી રીતે નિકળતા ખુદ પોલીસે ફરીયાદી બની ગર્લ્સ સ્કુલની સામે ગાત્રાળ નગરમાં રહેતો વિવેક નિલેશભાઇ હિન્ડોચા કોઇ પણ કારણ વગર બહાર નિકળતા જાહેર નામા ભંગ સબબ ગુનો નોધ્યો હતો. જયારે ફતેપુરમાં ચાની હોટેલ ખુલ્લી રાખતાં સંજય રાણા રાવલીયા, ગળુ ગામના પાટીયા પાસેથી નિતેશ દુદા પીપરોતર, રામેશ્વર પ્લોટમાંથી યુનુશ હનીફ રફાઇ, ભરતપુરમાં કારૂલખમણ વરૂ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.

સલાયામાં અકબર રજાક સંભણીયા, કલ્યાણપુર તુલાકા શાળા પાછળ રહેતા ઘેલુ વિરા ચાવડા, રાવલ હનુમાનધાર પાસે રહેતા હરદાસ લખમણ જમોડ બહાર નિકળતા, કલ્યાણપુર પોલીસે ગુનો નોંધ્યો હતો. ખંભાળિયા આરટીઓ પોઇન્ટ પાસે કજુરડા ગામના રાજુ કરસન જોડ અને માલદે હરી પરમાર, તેમજ ગાયત્રીનગરમાં રહેતા હસમુખ કરસન રાઠોડ, જીવીજે હાઇસ્કુલ પાસેથી આરીફ તારમામદ બાજરીયા તે ફરીથી બંગલાવાડી વિસ્તારમાં નિકળતા પોલીસે ઝડપી લીધો હતો. કુવાડીયા ગામના કામભાઇ ખેંગારભાઇ રાઠોડ વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી.

મિઠાપુરના ઝંડા ચોક પાસે ટોળુ કરી બેઠેલા પ્રદિપસિંહ બળવંતસિંહ વાઢેર, ધીરૂભા નાથુજી વાઢેર, યોગેન્દ્રસિંહ બળવંતસિંહ વાઢેર, ભારત પીઠા, શ્રીમાળી, કિરીટ ભોલુભાઇ બારોટ, અબળાભા દેવુભા કેર, જેન્તીલાલ ઠાકરશી પાંજરી, મોહનવાલા બગડા, રાજેશ ભીખુ વાડીયા વિરૂદ્ધ જાહેરનામા ભંગ સબબ ગુનો નોંધી મિઠાપુર પોલીસે કાર્યવાહી કરી હતી. આજ સહિત ચાર દિવસમાં જાહેરનામા ભંગ કરનાર ૭ર વિરૂદ્ધ ગુનો નોંધાયો છે.

દેવભૂમિ દ્વારકા ખંભાળીયામાં કારણ વગર બહાર નીકળતા તત્વો સામે જિ.પો.વડાશ્રી રોહન આનંદ તથા દ્વારકા કલેકટર શ્રી ડો. નરેન્દ્રકુમાર મીનાની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસે કડક પગલા શરૂ કરીને ખંભાળિયા તથા કલ્યાપુર માત્ર બેજ સ્થળેથી કારણ વગર બહાર નીકળીને રખડતા એવા ૬૦ વાહનોને ડીટેન કરીને સપાટો બોલાવ્યો હતો. વાહનો ડીટેન થયા પછી આર.ટી.ઓ પણ બંધ હોય ખોટી રીતે નીકળનારા મુશ્કેલીમાં મુકાયા છે.

સી.સી.ટી.વી.માં ચેટીંગ કરવાનું શરૂ કરવામાં આવશે તેમાં વારંવાર નીકળતા લોકો સામે પગલા લેવામાં આવશે.

પોલીસવડા રોહન આનંદ દ્વારા ડ્રોમનો પ્રયોગ કરવા આયોજન થયું છે.

કેટલાક સ્થળે રજિસ્ટરો રાખીને તેમાં નીકળે તો નોંધ કરવાની કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે.

કલેકટર ડો. નરેન્દ્રકુમારની મુલાકાતના પગલે રામનાથ સોસાયટીમાંપાલિકાની નવી શાક માર્કેટ હાલ હંગામી ધોરણે શરૂ કરા છે જેમાંજ શાકભાજી મળી રહેશે તેમ જણાવ્યું છે.

બહાર નીકળવાના ઉપાયો કરવા માટે બાઇકમાં શાકભાજીની થેલી કે ખિસ્સામાં દવાનું જુનુ પ્રિષ્કીત સત કે કારણે તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે.

પો.ઇ.દેસવાડીયા, એલ.સી.બી. તથા એસ.ઓ.જી. દ્વારા શહેરમાં બાઇક પર ફરીને ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તથા સંખ્યાબંધ લોકો પર જાહેરનામાના ભંગની ફરીયાદો પણ કરવામાં આવી હતી. (૬.૧૬)

(1:14 pm IST)