Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

દરેડ ગામે પરિણિતાએ દિયરનો પરિવાર સુરતથી ઘરે રહેવા આવવાનો ફોન આવતા નહી ગમતા ફાંસો ખાધો

જામનગર તા. ૨૮ : અહીં દરેડ ગામે રહેતા પિયુષભાઈ રાઘવજીભાઈ કથીરીયા એ પંચ બી-પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, નેહાબેન પીયુષભાઈ કથીરીયા, ઉ.વ.ર૦ને તેમના પતિના ભાઈના પરીવાર સાથે રહેવું ન હોય અને તેમના પતિ ના ભાઈનો પરીવાર કોરોનાની બિમારીના કારણે સુરતમાં રજા પડી ગયેલ હોય જેથી આવવાનો ફોન કરી દીધેલ હોય જે ગમેલ ન હોય જેથી મનોમન લાગી આવતા જાતેથી ઘરમાં પંખાના હુકમાં ચુદડી બાંધી ગળે ફાંસો ખાઈ લેતા સારવાર દરમિયાન મૃત્યુ પામેલ છે.

દિ.પ્લોટના પાણીના ટાંકા પાસે જાહેરનામાનો ભંગ કર્યાની રાવ

સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. નરેન્દ્રસિંહ ખુમાનસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, દિ.પ્લોટ પ૮ ના પાણીના ટાકા પાસે, જામનગરમાં દેવેન્દ્રભાઈ મુળજીભાઈ સોનેરી , હિતેશ અમૃતલાલ રાઠોડ, રવિભાઈ વસંતભાઈ દાવડા, નિરવ કિશોરભાઈ ભદ્રા, નૈસંઘ ચંદ્રકાન્તભાઈ દવે, જાહેરમાં ચાર કે તેથી વધારે લોકોએ પરવાનગી વગર એક સ્થળે એકઠા થઈ ગુનો કરેલ છે.

હવાઇ ચોકમાં ભંગ કર્યાની રાવ

સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. સંદિપભાઈ દિનેશભાઈ ચુડાસમા એ ફરીયાદ નોંધાવી છે કે, હવાઈચોક સીટી બસ સ્ટેન્ડ પાસે, ઈમરાન હમીદભાઈ ચાકી, સુરેશ ભગવાનજીભાઈ બોરાણીયા, દેવનભાઈ વિનોદભાઈ વિસોલીયા, હસમુખભાઈ ગોવિંદભાઈ, જાહેરમાં ચાર કે તેથી વધુ લોકો એકઠા થઈ ગુનો કરેલ છે.

(1:13 pm IST)