Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

કેશોદનાં સુતેજ ગામે જુગાર રમતા ૪ શખ્સો ૧.૩૯ લાખની મતા સાથે ઝબ્બેઃ ૪ શખ્સો નાસી જતાં શોધખોળ

જુનાગઢ તા.ર૮ : કેશોદ તાલુકાના સુએજના કેશુ બચુ હાથલીયાની ગામની સીમમાં આવેલ ખેતીની જમીનના શેઢા પાસે લોકડાઉન વચ્ચે પણ જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા કેશોદના હેડ કોન્સ્ટેબલ પી.જે.ડાભી વગેરેએ ગઇ સાંજે દરોડો પાડયો હતો.

આ કાર્યવાહીમાં પોલીસ મંડેર ગામનો બાબુ લખમણ વાસણ, અરશી સરમણભાઇ બાલસા, કારેજનો બાબુ રાજાભાઇ અને કેશોદના પ્રદીપભાઇ ઓધાભાઇ મુળીયાશીયાને રૂ.૩૮,૦પ૦ની રોકડ સાથે જુગાર રમતા પકડી પાડયા હતા.

જયારે કારેજનો કેશુ દેવશીભાઇ મોકરીયા, ખીરસરાનો કેશુ મેર, માધવપુર અકબર મુસ્લિમ અને કવાલકા ગામનો રમેશ રામભાઇ ઓડેદરા નાસી જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસે જુગારીઓ પાસેથી રોકડ ઉપરાંત ત્યારે મોટર સાયકલ પાંચ મોબાઇલ સહિત કુલ રૂ.૧,૩૭,૦પ૦નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(1:13 pm IST)