Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

જાહેરનામાનો ભંંગ જુનાગઢ જિલ્લામાં ૧૦ મહિલા સહિત ૯૯ની અટકાયત

સૌથી વધુ રર શખ્સો સામે જુનાગઢ એ ડીવીઝનની પોલીસની કાર્યવાહી

જુનાગઢ તા.ર૮ : જાહેરનામા ભંગના ગુનામાં જુનાગઢ જિલ્લામાં પોલીસે ૧૦ મહિલા સહિત ૯૯ શખ્સોની અટકાયત કરતા લોકઅપ ભરચકક થઇ ગઇ હતી.

વૈશ્વિક મહામારીને પગલે લોકડાઉન જાહેર કરી લોકોને ઘરમાં રહેવા તંત્રએ અપીલ કરી જુદા જુદા જાહેરનામા પ્રસિધ્ધ કર્યા છે.

આમ છતાં કેટલાય લોકો આ મહામારી તેમજ તંત્રનાં જાહેરનામાની અવગણના કરી રહયા હોય આથી આવા ઇસમો સામે કાર્યવાહી કરવા માટે જુનાગઢ રેન્જના ડીઆઇજી મનીન્દર પ્રતાપસિંઘ પવાર અને એસ.પી.સૌરભસિંઘે સુચના જારી કરતાં જુનાગઢ જિલ્લા પોલીસે ઝુંબેશ હાથ ધરી છે.

પોલીસે જુનાગઢ એ- બી અને સી ડીવીઝન વિસ્તાર ઉપરાંત જુનાગઢ તાલુકા તેમજ માણાવદર, બાટવા, માંગરોળ, શીલ, ચોરવાડ, માળીયા હાટીના, માંગરોળ, મરીન, ભેંસાણ, મેંદરડા, કેશોદ, વંથલી અને વિસાવદર સહિતનાં વિસ્તારોમાં એક જ દિવસમાં ૯૯ શખ્સો સામે જાહેરનામા ભંગ સબબ અટકાયતી પગલા લીધા હતા.

આ પકડાયેલા શખ્સોમાં ૧૦ મહિલાનો પણ સમાવેશ થાય છે.

સૌથી વધુ બાવીશ શખ્સો સામે જુનાગઢ એ ડીવીઝન પોલીસે સપાટો બોલાવ્યો હતો.

જુનાગઢ બી ડીવીઝન વિસ્તારમાંથી પોલીસે ૧૪, સી ડીવીઝન પોલીસે બે, અને તાલુકા પોલીસે ૧૭ શખ્સોને પકડી પાડેલ છે.

જયારે ભેંસાણ પોલીસે ૮, મેંદરડા -૧, વંથલી-૩, વિસાવદર-૪, કેશોદ-૧, માણાવદર-૧, બાંટવા-૩, માંગરોળ-૬, શીલ-૧, ચોરવાડ - ૩, માળીયા હાટીના ૧ર, માંગરોળ મરીન પોલીસે ૧ શખ્સ સામે કલમ ૧૮૮ વગેરે મુજબ કાર્યવાહી કરી હતી. (પ૧.પ)

(1:12 pm IST)