Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

જામનગર સંસદીય ક્ષેત્રમાં કોરોના પ્રતિકારાત્મક વ્યવસ્થા માટે દોઢ કરોડ ફાળવતુ રીલાયન્સ ફાઉન્ડેશન

જામનગર, તા.૨૮:  સંસદ સભ્ય પૂનમબેન માડમનાઙ્ગ અનુરોધને માન આપી રીલાયન્સ ફાઉન્ડેશનએ જામનગર સંસદીય વિસ્તામાંઙ્ગ કોરોના પ્રતિકારાત્મક વ્યવસ્થા માટે રૂપિયા દોઢકરોડ ફાળવ્યા છે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરેકઙ્ગ કોર્પોરેટ સેકટર્સ અને ઉદ્યોગગૃહો ને સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમએ અપીલ કરી આ મહામારી સામે લડત આપવા તબીબી સહાય અને સાધનો માટે તેમજ બીજી તાતી જરૂરિયાત ને પહોંચી વળવા માટે સી.એસ.આર. ફંડ ફાળવવા અનુરોધ કર્યો હતો

જે અનુરોધના સકારાત્મકઙ્ગ પ્રતિભાવના ભાગ રૂપે રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા જામનગર મહાનગરપાલીકા ના કમિશનરશ્રીને રૂપિયાઙ્ગ ૫૦ લાખ તેમજ જામનગર જિલ્લા કલેકટરશ્રી ને રૂપિયા ૫૦ લાખ અને દેવભૂમિદ્વારકા જિલ્લા કલેકટરશ્રીને રૂપિયા ૫૦ લાખ એમ ત્રણેય નેઙ્ગ રૂપિયા ૫૦-૫૦ લાખ એટલેકે સીએસઆર ફંડ માંથી રૂપિયા દોઢ કરોડ જામનગર સંસદીય મત વિસ્તાર માં ફાળવ્યા છે જે અંગેના આ ખાસ ફંડ ફાળવણીના પત્રો રિલાયન્સ ના અધીકારીઓએ સાંસદ શ્રી પૂનમબેન માડમ ને અર્પણ કર્યા હતા

જે માટે સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ એ રીલાયન્સઙ્ગ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમ.ડી. મુકેશભાઇ અંબાણી અને રીલાયન્સ ફાઉન્ડેશન ના ચેરમેન શ્રીમતિ નીતાબેન અંબાણીનો આભાર વ્યકત કર્યો હતો

તેમજ આ રકમ માંથી જામનગર મહાનગર પાલિકા વિસ્તાર તેમજ જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિસ્તારો સહિત ૧૨-જામનગર લોકસભા વિસ્તારમાં કોરોના સામે લડવા અસરગ્રસ્તો માટે મેડીકલ ફેસીલીટીઝઙ્ગ તેમજ ફુડઙ્ગ કે ગ્રેઇન કે કીટ કે પેકીંગ કે અન્ય જરૂરી ચીજ વસ્તુઓ કે સુવિધાઓ અને સહાય વગેરે માટે આ રકમ ખુબ ઉપયોગી બની રહેશે તેમ આ તકે જણાવ્યુ હતુ.

આ મેટર ઝડપી પુટ અપ કરવા બદલ રીલાયન્સના ગૃપ પ્રેસીડન્ટ પરિમલભાઇ નથવાણીનો અને સિનિયર વાઇસ પ્રેસીડન્ટ ધનરાજભાઇ નથવાણીનો પણ આભાર વ્યકત કર્યો છે.

(1:11 pm IST)