Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

કેશોદમાં છેલ્લા એક સપ્તાહથી ગામડા જેવી સ્થિતિ

સુમસામ ભાસતા રસ્તા, શાંત વાતાવરણની અનુભુતિ વાહનોના ધુમાડાનું પ્રદુષણ અટકતા વાતાવરણ શુધ્ધ

કેશોદ તા.ર૮ : ગત તા.રર માર્ચથી કેશોદ શહેરની શકલ બદલાઇ ગામડા જેવી થઇ જવા પામેલ છે. આ સ્થિતિને આજે એક સપ્તાહ જેવો સમય થવા પામેલ છે.

છેલ્લા એક સપ્તાહથી સમગ્ર શહેર લોકડાઉન હોઇ તેમજ લોકો મોટાભાગે ઘરોમાં પરિવારનીસાથે જ સમય વિતાવતા હોઇ બજારોમાં કામ સિવાય બિન જરૂરી રીતે કોઇ નિકળતુ ન હોઇ જેના પરિણામે બજારો તથા શેરીઓ સુમસામ ભાસી રહયા છે તો બીજી તરફ વાતાવરણ તદન શાંત જણાઇ રહેલ છે.

આ સ્થિતિ વચ્ચે જાણે કે કેશોદ શહેર મરી ગયુ હોય તેવું જણાઇ રહેલ છે. જે માર્ગો પર સતત ટ્રાફિક અને રાહદારીઓની અવર જવર અને ઘસારો રહે તે માર્ગો અત્યંત શાંત સ્થિતિમાં જોવા મળી રહયા છે. જાણે કે છેલ્લા કેટલાક દિવસથી ગામડામાં રહેવા આવી ગયા હોય તેવા લોકો એહેસાસ કરી રહયા છે.

છેલ્લા એક સપ્તાહમાં ટ્રાફિક સબંધીત ઘોઘાટ શહેરમાં બીલકુ જોવા મળેલ નથી. શહેરમાં વાહનોનું અવર જવર અટકી જતાની સાથે જ વાહનોના ધુમાડાનું પ્રદુષણ અટકતા વાતાવરણમાં શુધ્ધ બનેલ હોઇ ખાસ કોઇ અન્ય બીમારીની ફરીયાદ જણાતી  નથી.

જીવન આવશ્યક ચીજવસ્તુઓ માટે સવારે ૮ થી ૧૦ તથા બપોરે ૩ થી પ દરમિયાન સમય સુનિશ્ચિત કરવામાં આવેલ હોઇ લોકો આ સમય દરમિયાન જરૂરત મુજબ બહાર નીકળતા જણાઇ છે. બાકીનો સમય માત્ર ઘરમાં જ પરિવાર સાથે પસાર કરી રહયા છે.

(1:09 pm IST)