Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

કાળા બજાર કરનારની માહિતી આપો : વાંકાનેરના ચીફ ઓફિસર સરૈયાની સાફ વાત

નગરપાલિકાના સ્વયંસેવકો જરૂરી ચીજો ઘરે પહોંચાડશે : ડરશો નહિ-ચિંતા ના કરતા

વાંકાનેર : કોરોના મહામારી વચ્ચે વેપારીઓ કાળાબજારી કરી રહ્યા છે ત્યારે વાંકાનેરના ચીફ ઓફિસરે જનતા જોગ સંદેશ આપીને જીવનજરૂરી ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે તેવું આયોજન કરાયું હોવાની ખાતરી આપી છે.

વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ જાહેર જનતાને જણાવ્યું છે કે કરિયાણું, શાકભાજી, દવાઓ અને દૂધ મેળવવામાં કોઈ તકલીફ ના પડે તે માટે તંત્ર કાર્યરત છે લોકોએ દ્યરમાં જ રહેવાનું છે અને જીવન જરૂરી ચીજવસ્તુઓ વાંકાનેર નગરપાલિકા અને સ્વંયસેવકો દ્વારા દ્યરે જ મળી રહે તે પ્રકારે આયોજન કરવામાં આવેલ છે જેથી ડરવાની કે ચિંતા કરવાની જરૂર નથી સમયમાં વેપારીઓ કાળા બજાર કરતા હોવાની બુમરાણ સંભળાઈ રહી છે જેથી કોઈ દુકાનદાર કાળા બજાર કરતો હોય અને ચીજવસ્તુના વધુ ભાવ લેતા હોય તો જાણ કરવા જણાવ્યું છે. આવા તત્વોની દુકાન સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે માહિતી આપવા  મોબાઈલ નંબર ૯૯૭૮૪ ૦૦૦૬૫ પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

(12:00 pm IST)