Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

દેવભૂમી દ્વારકા જિલ્લામાં જીવન જરૂરી ચીજવસ્તુઓની અછત સર્જાય નહી તે માટે પુરતી વ્યવસ્થા : કલેકટર

ખંભાળીયા તા.૨૮ : દેવભૂમી દ્વારકા જિલ્લાની કોરોનાના સંદર્ભમાં સ્થિતિની સમીક્ષા કરવા તથા પત્રકારો પાસેથી સુચનો જાણવા જિલ્લા કલેકટર ડો.નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં યોજાયેલા પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા તથા આરોગ્ય અધિકારી શ્રી પટેલ તથા અધિક નિવાસી કલેકટર કે.ઓ.જાની ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા કલેકટર શ્રી મીનાએ જણાવેલ કે દ્વારકા જિલ્લાના તમામ તાલુકાઓમાં જીવનજરૂરી ચીજો નિયમીત રીતે મળે અછત સર્જાય નહી તે માટે તથા કાળાબજાર અને અછત ન થાય તે માટે પુરતી વ્યવસ્થા કરાઇ હોય લોકોને ખોટી રીતે બહાર ન નીકળવા તથા જરૂરી વર્ગ મોટા જથ્થામાં ખરીદી ન કરવા અનુરોધ કરેલ હતો.

જિલ્લામાં હવે ઇન્ટરનેશનલ લેવલે પરિવારનો બંધ થતા વિદેશથી આવતા લોકોનુ પ્રમાણ અત્યંત ઘટી ગયુ છે. હાલ કંપનીઓ જે ચાલુ છે તેમા મજૂરોને છુટા કરવાના નથી પણ સાતેક દિવસ પછી ફરીથી નિર્ણય લેવાશે. ૧૫૦ માછીમારો ઓખામાં વેરાવળ સોમનાથ અને ઉનામાં હતા તેમને એસટી બસ દ્વારા ત્યા મોકલવા વ્યવસ્થા કરાઇ છે. શહેરો ગામોમાં રેકડી લઇ ફેરી કરતા ફળ શાકભાજીવાળાને નહી અટકાવાય તથા લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી હતી.

પત્રકાર પરિષદમાં પત્રકાર કૌશલ સવજાણી દ્વારા અનાજ કરિયાણાના વેપારીઓ દ્વારા વધુ ભાવ તેલ ઘઉં વિ. માં લઇને લુંટ થતી હોવાની ફરીયાદ કરતા જિલ્લા કલેકટર દ્વારા તાકિદે પુરવઠા અધિકારીને રૂબરૂ બોલાવી કાર્યવાહીની સુચના અપાઇ છે.

દેવભૂમી જિલ્લામાં લોક ડાઉન થતા ફરસાણની દુકાનો તથા પેકેટ વેચતા દુકાનદારોની દુકાનોમાં ફરસાણ તથા પેકેટનો જથ્થો પડી રહ્યો હોય તેમને દુકાનો ખોલવાની મનાઇ હોય દુકાનો ખોલાવાય તો વ્યાજબી ભાવે વેચવાની હોય તંત્ર દ્વારા આ અંગે વ્યવસ્થા હાથ ધરી છે.

ખંભાળિયામાં તમામ આવશ્યક વસ્તુઓની દુકાનો સામે ૧ ૧ મીટરના કુંડાળા કરી તેમા ગ્રાહકોએ વારાફરતી ખરીદી કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કલેકટર દ્વારા વચલી લાઇન શાકમાર્કેટની મુલાકાત લઇને આ સ્થળે ભીડ જામતી હોય દુકાનદારોને ત્યાથી હટાવીને હંગામી ધોરણે રામનાથ રોડ ઉપર પાલિકાની હરરાજી વિના વેચાયેલી શાકમાર્કેટમાં ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શાકમાર્કેટ ટુંક સમયમાં ચાલુ થઇ જશે.

(11:59 am IST)