Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

ધ્રોલમાં ગાંધી ચોક શાક મારકેટ બંધ

ધ્રોલ તા. ર૮: ધ્રોલના ગાંધી ચોક નજીક આવેલ શાક માર્કેટમાં શાકભાજી ખરીદવા માટે સવારના સમયે ભીડ થતાં હાલ કોરોનાની પરિસ્થિતિને અનુલક્ષીને વાયરસના સંક્રમણને અટકાવવા નગરપાલીકા તરફથી આ શાક માર્કેટ બંધ કરવાનો નિર્ણય કરેલ છે.

દરરોજ સવારે મોટી સંખ્યામાં ભીડ થતાં કોરોના વાયરસ ભીડમાં વધુ સંક્રમીત થતો હોય ને નગરપાલિકા તથા વહીવટી તંત્ર દ્વારા આ શાક માર્કેટ બંધ કરીને લોકોને સરળતાથી શાકભાજી મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવેલ છે જેના અનુસંધાને ધ્રોલ શહેરના તમામ વિસ્તારો, શેરીઓમાં તથા સોસાયટીઓમાં શાકભાજીની રેંકડીઓ ફેરવીને લોકોને તેમની જરૂરીયાત સંતોષાય તેવી વ્યવસ્થા ગોઠવવાનું આયોજન કરવામાં આવેલ હોવાનું વહીવટી તંત્રે જણાવેલ છે.

(11:54 am IST)