Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

કુતિયાણા પાલિકા પ્રમુખ ઢેલીબેન ઓડેદરા દ્વારા જરૂરિયાતવાળા પરિવારજનોને ટીફીન પહોંચાડવાની સેવા

કુતિયાણા તા. ર૮: નગરપાલિકાના પ્રમુખ ઢેલીબેન ઓડેદરા લોકડાઉન દરમિયાન રોજનું કમાઇને રોજનું ખાતા મજૂર સહિત જરૂરિયાતવાળ) લોકો માટે સ્વખર્ચે દાળ ભાત રોટલી શાક-સંભારો સાથે ટીફીન ર ટાઇમ પહોંચાડી આપવાની સેવા શરૂ કરી છે.

પાલિકા પ્રમુખ ઢેલીબેન દ્વારા તેની સેવાભાવી ટીમ સાથે જરૂરિયાતવાળા ૬૦૦થી વધુ પરિવારોને વિનામુલ્યે બે ટાઇમ ટીફીન પહોંચાડવામાં આવી રહેલ છે લોકડાઉન દરમિયાન કામ ધંધા વિના બેસી રહેલ તથા કામ ન કરી શકતા લોકોને આ ટીફીન સેવા અપાય રહી છે.

(11:51 am IST)