Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

વાડીનારમાં કોરોના મહામારી સામેની લડાઈમાં સખી મંડળો આપી રહ્યી છે મહત્વનું યોગદાન

ખંભાળિયાઃ કોરોના વાયરસથી ચેપ ફેલાવવાના કારણે વિશ્વ સામે આ વિપરીત પરિસ્થિતિ સામે લડવા માટે એક પડકાર ઉભો થયો છે. રાજયમાં કોરોના વાયરસને લીધે ઉભી થયેલી પરિસ્થિતિમાં સમાજનો દરેક નાગરીક અન્યને મદદરૂપ થવા માટે તૈયાર છે તેવા સમયે વાડીનારની બહેનો પણ આ વિપતની ઘડીમાં પોતાનું યોગદાન આપવા માટે કટીબધ્ધ બન્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયા તાલુકાના વાડીનાર ગામમાં મહિલા સશકિતકરણ કેન્દ્રના પાર્વતીબેન વાડીનાર ગામમાં અન્ય ૧૮ સખી મંડળ સાથે મળીને માસ્ક બનાવવામાં આવી રહયા છે. આ મહિલા સશકિતકરણ કેન્દ્ર આશરે ૩ વર્ષ પહેલા સ્થાપના કરવામાં આવી હતી. આ મહિલા સશકિતકરણ કેન્દ્રમાં બહેનોએ નયારા કંપની દ્વારા તાલીમ મેળવી તોરણો, લેધરરેઝીન અને કાપડની વસ્તુઓ બનાવીને બજારમાં સીધે સીધુ વેચાણ કરવામાં આવતું હતું. હાલમાં જિલ્લામાં માસ્કની જરૂરીયાત ઉભી થતાં તેઓએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મદદથી જિલ્લા આરોગ્ય શાખાનો સંપર્ક સાધ્યો અને બજાર કરતા સસ્તા અને સારી ગુણવત્ત્।ાના માસ્ક પુરા પાડવીની ઓફર કરી જે જિલ્લા આરોગ્ય શાખા દેવભૂમિ દ્વારકાએ સ્વીકારી અને ૨૦,૦૦૦(વિશ હજાર) જેટલા માસ્ક વહેલી તકે પુરા પાડવા માટે આ સખી મંડળને ઓર્ડર આપ્યો. ઓર્ડર મળતા જ સખી મંડળની બધી બહેનોએ સાથે મળીને એક દિવસના બે હજાર માસ્ક લેખે પાંચ દિવસમાં આ માસ્ક પુરા પાડવાનું બીડું ઉપાડયું. આ માસ્ક બનાવવા માટે મટીરીયલ બહેનો પોતાના ઘરે લઇ જઇ માસ્ક બનાવી અને  કેન્દ્ર ખાતે જમા  કરાવે છે. રાઠોડ સપનાબેન જણાવે છે કે,  હાલમાં કોરોના વાયરસ ફેલાઇ રહિયો છે તેને અટકાવવા અમને આરોગ્ય શાખા દ્વારા માસ્ક બનાવવાનો ઓર્ડર મળેલ જે માસ્ક અમે અહિયા ઘરે બેઠા બેઠા બનાવી રહીયા છીએ અમને રોજના ૪૦૦ થી ૫૦૦ રૂપિયાની રોજગારી મળી રહી છે. અમે સરકાર અને જનતાને મદદરૂપ થવાના ઉત્ત્।મ ઉદે્શ સાથે સારા અને સસ્તા માસ્ક પુરા પાડી રહયા છીએ તેનો એમને આનંદ છે. આ ઓર્ડર મળતા અમે ન્યારા કંપની, આરોગ્ય શાખા દેવભૂમિ દ્વારકા અને ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો આભાર માનીએ છીએ સખી મંડળ દ્વારા માસ્ક બનાવવાની કામગીરીની તસ્વીરો. (તસ્વીર : કૌશવ સવજાણી, ખંભાળિયા)

(11:48 am IST)