Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

કોટડાસાંગાણીમાં બહારથી આવેલા મજૂરો માટે પોલીસ તંત્ર દ્વારા રહેવા-જમવાની વ્યવસ્થા

કોટડાસાંગાણી, તા. ર૮: લોકડાઉનનું અમલ કરવા પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાઇ ગયો છે. જેને કારણે બજારો સુમસામ જોવા મળે છે. આવામાં બહારથી આવેલ મજૂરો માટે પોલીસ તંત્ર દ્વારા ભોજન અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

પીએસ.આઇ. મીઠાપરા, શકિતસિંહ ઝાલા, સિદ્ધરાજસિંહ જાડેજા, ગઢવીભાઇ, રીજવાનભાઇ સીંજાત અને તમામ પોલીસ કર્મીઓ દ્વારા ભુખ્યાઓને ભોજન અને જરૂરીયાત લોકોને કીટ આપી પ્રસંશનીય કામ કરેલ છે. તેમજ પીએસઆઇ મીઠાપરા દ્વારા કોરોના વાયરસ અંગેનું જરૂરી માર્ગદર્શન આપી તથા એકબીજા સાથે અંતર જાળવવાની સુચના આપી હતી.

(11:43 am IST)