Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

કુતિયાણામાં પરપ્રાંતિય મજુરોને વાહન વ્યવસ્થામાં મદદરૂપ થતી પોલીસ

 પોરબંદરઃ વિશ્વમા નોવેલ કોરોના વાયરસ લોકડાઉન સબબ આજરોજ પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલ તથા એલસીબી પીએસઆઇ એચ.એન.ચુડાસમા સ્ટાફ સાથે કુતિયાણા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન કુતિયાણા બાયપાસ બસ સ્ટોપ પાસે મોટી પરપ્રાંતિય મજુરો પોતાના પરિવાર સાથે બેઠેલા જોવામાં આવતા તેઓની પ્રાથમીક પુછપરછ કરતા તેઓ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના વતની હોય અને સ્ત્રી-પુરૂષો, બાળકો સહિત કુલ-૩૯ હોય જેઓ પોતાના પરિવાર સાથે ખાગેશ્રી ગામે ખેત મજુરી કરતા હોય તેઓ પોતાના પરિવાર સાથે ખાગેશ્રીથી પગપાળા ચાલી કુતિયાણા બસ સ્ટેશન પાસે આવેલ અને તેઓ પોતાના વતન મધ્યપ્રદેશ જવા માંગતા હોય તુરંત તેઓને પોતાના વતન હાલની પરિસ્થિતિ અન્વયે વાહન વ્યવહાર બંધ હોય જેથી ત્યા  પહોંચી શકાયતેમ ન હોય તેવી  સમજ આપી તેઓના પરિવાર દ્વારા પરત ખાગેશ્રી ગામે જવા માંગતા હોય જેથી તુરંત જ પરત ખાગેશ્રી ગામે જવા માટે એક મોટા આઇસર વાહનની વ્યવસ્થા કરી ખાગેશ્રી મુકામે સરપંચ વાલજીભાઇને સાથે રાખી જેતે વાડીમાં કામ કરતા હોય તે વાડીમાં પહોંચાડવા સુધીની વ્યવસ્થા કરવામાં આવેલ અને આ ખેત મજુરોને રહેવા તથા જમવાની તમામ સગવડતા મળી રહે તે માટે સરપંચને પણ જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. એલસીબી પી.એસઆઇ એચ.એન. ચુડાસમાં રમેભાઇ જાદવ હેડ કોન્સ.બટુકભાઇ વિંઝુડા, ગોવિંદભાઇ મકવાણા, રણજીતસિંહ દયાતર, સુરેશભાઇ નકુમ કો. દિલીપભાઇ મોઢવાડીયા, વિગેરે માણસોએ મદદમાં રહી કામગીરી કરેલ પરપ્રાંતિય મજુરોને વાહન વ્યવસ્થા કરી આપી તે તસ્વીર

(11:40 am IST)