Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

વહેલી સવારે ઠંડકનો ચમકારો

રાજકોટ, તા. ૨૮ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે વહેલી સવારના સમયે ઠંડકનો ચમકારો અનુભવાયો હતો. છેલ્લા બે દિવસથી વાદળછાંયા વાતાવરણ સાથે કોઈ કોઈ જગ્યાએ માવઠુ વરસ્યુ હતુ ત્યાર બાદ આજે સવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને શિયાળા જેવી ઠંડક વર્તાઈ હતી. જો કે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઈ ગયુ છે અને ગરમીની અસર થવા લાગે છે.

(11:29 am IST)