Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

ભાવનગર ડી.ડી.ઓ. વરૂણકુમાર બરનવાલનું સુચન

જેટલા લોકોના સંપર્કમાં આવો એની યાદી બનાવો

ગાંધીનગર : કોરોના વાયરસના સંક્રમણથી બચવા તેમજ તંત્રને સહયોગરૂપ થવા નાની-નાની બાબતોનું પણ ઘણું મહત્વ રહેલું છે. દક્ષિણ કોરિયાએ અપનાવેલી 'ડાબા હાથે કામ કરવું અને જમણા હાથે જમવું' એ ખૂબ નાની અને સામાન્ય લાગતી પદ્ધતિ દક્ષિણ કોરિયામાં કોરોનાના સંક્રમણને અટકાવવામાં ખૂબ મદદરૂપ સાબિત થઇ છે. આવું જ લોકોપયોગી સૂચન ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલ દ્વારા કરવામાં આવ્યું છે.

લોકો અને તેમનો પરિવાર જેટલા લોકોના સંપર્કમાં આવે અથવા અન્ય જેટલા લોકો તેમના સંપર્કમાં આવે તેમની એક ચોક્કસ યાદી બનાવે. આનાથી ફાયદો એ થશે કે જો કોઇ વ્યકિતમાં કોરોનાની અસર જોવા મળે તો તે યાદી મુજબ તંત્ર દ્વારા સરળતાથી અન્ય નાગરિકોનો સંપર્ક સાધી શકાય અને તેને તાત્કાલીક અસરકારક સારવાર પૂરી પાડી શકાય અને કોરોનાને ફેલાતો અટકાવી શકાય. હોમ કોરોન્ટાઇન હેઠળ રહેલ દરેક નાગરિકે આ પ્રમાણે યાદી બનાવવી ફરજીયાત છે. સારવાર આપવા આવનાર મેડીકલ ટીમ સમયાંતરે આ યાદીની ચકાસણી કરશે તેમ ભાવનગરના ડી.ડી.ઓ. વરૂણકુમાર બરનવાલે જણાવ્યું છે.

(10:01 am IST)