Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ દ્વારા પૂરતી સલામતીઃ કોરોનાની પૂરતી જાણકારી

રાજકોટ,તા.૨૭: પિપાવાવ, ભારત – એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે કોવિડ-૧૯ને પગલે ડાયરેકટોરેટ જનરલ ઓફ શિપિંગ (ડીજીએસ) અને સ્થાનિક વહીવટી સંસ્થાઓની માર્ગદર્શિકાને અનુરૂપ કડક પગલાં અપનાવીને સલામત કામગીરી જાળવી રાખી છે.

એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ આવશ્યક સેવા પ્રદાન કરવામાં સંકળાયેલી છે, કારણ કે તેઓ ઇંધણ, તબીબી પુરવઠો, અનાજ વગેરે જેવી આવશ્યક ચીજવસ્તુઓનું વહન કરે છે, જે દેશની જીવાદોરી છે. પોર્ટની કામગીરી ઉપરાંત સપ્લાય ચેઇન જળવાઈ રહે અને આવશ્યક પુરવઠો સતત ઉપલબ્ધ થાય એ સુનિશ્યિત કરવું મહત્ત્વપૂર્ણ છે. પોર્ટે ભારત સરકાર, ગુજરાત સરકાર અને અન્ય કાયદેસર સંસ્થાઓ/વહીવટી સંસ્થાઓની વિવિધ પ્રસ્તુત માર્ગદર્શિકાઓ મુજબ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય એમ બંને સ્તરે કટોકટીની પ્રમાણભૂત આચારસંહિતા અપનાવી છે. પોર્ટ પર વ્યવસાય સિવાયના મુલાકાતીના પ્રવેશ પર પ્રતિબંધ છે. જોકે પૂર્વમંજૂરી સાથે વ્યવસાયિક મુલાકાતોને મંજૂરી છે અને મુલાકાતીઓનાં આરોગ્યની પોર્ટના એન્ટ્રી/એકિઝટ પોઇન્ટ પર ચકાસણી થાય છે, જેથી કર્મચારીઓ અને મુલાકાતીઓની સલામતી સુનિશ્યિત થાય. પોર્ટના તમામ યુઝર્સને કોવિડ-૧૯ વિશે જાગૃત કરવામાં આવ્યાં છે અને સાવચેતીઓ લેવામાં આવી છે.

એપીએમ ટર્મિનલ્સ પિપાવાવના મેનેજિંગ ડાયરેકટર શ્રી જેકોબ ફ્રિસ સોરેન્સેને કહ્યું હતું કે, આ પડકારજનક સમયમાં અમારો મુખ્ય ઉદ્દેશ અમારા કર્મચારીઓ અને સમુદાયને સલામત જાળવવાનો છે. અમે સ્થાનિક સ્થિતિ પર નજર રાખી રહ્યાં છીએ અને સલામત કામગીરી સુનિશ્ચિત કરવા કટિબદ્ઘ છીએ, ત્યારે કોઈ પણ સંભવિત અસરને લઘુતમ કરવા કામ કરીએ છીએ. અમે લઘુતમ વિક્ષેપ સાથે અમારા ગ્રાહકની સપ્લાય ચેઇનને સપોર્ટ કરવા સતત કામ કરીએ છીએ.

(8:54 am IST)