Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

વાંકાનેરમાં કોરોના પોઝિટિવ ભાજપના ઉમેદવારે પીપીઇ કીટ પહેરી મતદાન કર્યું

મતદાન મથકના અન્ય સ્ટાફએ પણ પીપીઇ કીટ પહેરીને સલામતી સાથે મતદાન કરવાયું

મોરબી જિલ્લામાં ચૂંટણી માટે મતદાન કરવામાં આવી રહ્યું હતું ત્યારે વાંકાનેરમાં કોરોના પોઝિટિવ આવેલા ભાજપના ઉમેદવાર દ્વારા પીપીઇ કીટ પહેરીને મતદાન કરવામાં આવ્યું હતું

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં વાંકાનેરમાં કોરોના પોઝિટિવ આવેલા ભાજપના ઉમેદવાર રાજ સોમાણી દ્વારા પીપીઇ કીટ પહેરીને મતદાન કરવા આવ્યું હતું અને મતદાન બૂથ ઉપર કોરોના પોઝિટિવ ઉમેદવાર મતદાન કરવા માટે હોવાથી કોરોના પોઝીટીવ દર્દી દ્વારા સરકારની માર્ગદર્શિકા મુજબ મતદાન કરવામાં આવ્યું હતું અને વાંકાનેર પાલિકાના વોર્ડ નંબર-૫ ના ઉમેદવાર ને કોરોના પોઝિટિવ હોવાથી તેને સાંજના ૫ થી ૬ કલાક વચ્ચે પીપીઇ કીટ પહેરીને મતદાન કર્યું હતું અને મતદાન મથકના અન્ય સ્ટાફએ પણ પીપીઇ કીટ પહેરીને સલામતી સાથે મતદાન કરવાયું હતું

(8:25 pm IST)