Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

ધોરાજી તાલુકા પંચાયતમા 60. 91 ટકા મતદાન: રાજકોટ જિલ્લા પંચાયતની ધોરાજી અને જામકંડોરણા ની 4 સીટ ઉપર 59.16 ટકા મતદાન થયું: જામકંડોરણાના રોઘેલ ગામે ઇવીએમ મશીન બગડ્યું: તાલુકા પંચાયતની ચૂંટણીમાં છ ફરિયાદો આવી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી ધોરાજી જામકંડોરણા તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની કુલ 4 સીટ નું આજરોજ મતદાન શાંતિપૂર્ણ થતા સાંજના 7:30 વાગ્યા સુધી આંકડા બાબતે કેટલા ટકા મતદાન થયું છે તેની કાર્યવાહી ચાલી હતી જેમાં જિલ્લા પંચાયતની ચાર્જશીટ ઉપર 59.16 ટકા મતદાન થયું છે

 

ધોરાજી તાલુકા પંચાયતની કુલ 15 સીટ ઉપર 60. 91 ટકા મતદાન થયું છે તેમજ જામકંડોરણા તાલુકા પંચાયતમાં 61.08 ટકા મતદાન નોંધાયું છે
ધોરાજી તાલુકા પંચાયત જામકંડોરણા તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની કુલ ચાર્જશીટમાં એકદમ શાંતિપૂર્ણ મતદાન થયું હતું તેમજ જામકંડોરણા તાલુકાના રોઘેલ ગામે ઇવીએમ મશીન માં  ખોટકો આવ્યો હતો તે તાત્કાલિક અસરથી બદલાવવા માં આવેલ હતું
જ્યારે ધોરાજીના વિવિધ ગામોમાં છ પ્રકારની ફરિયાદો ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેલી હતી જેમાં લાંબી લાઈનો મતદાન મથક આજુબાજુમાં ટોળા વિગેરે સામાન્ય ફરિયાદો આવી હતી
મંગળવારે નવી ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતે ધોરાજી તાલુકા પંચાયત જામકંડોરણા તાલુકા પંચાયત અને  જિલ્લા પંચાયતની 4 સીટ માટે  મત ગણતરી થશે
હાલમાં તમામ મતદાન મથકો ઉપર થી ઇ વી એમ મશીન સાથે કર્મચારીઓ ધોરાજી આવી રહ્યા છે જે મોડી રાત સુધી વ્યવસ્થા ની કાર્યવાહી થશે અને નવી ભગવતસિંહજી હાઈસ્કુલ માં સ્ટ્રોંગ રૂમમાં ચાપતો બંદોબસ્ત માં ઇવીએમ મશીન રાખવામાં આવશે

(7:49 pm IST)