Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

ચૂંટણી પર હાજર ન રહેતાં ૪ કર્મચારી વિરૂદ્ધ વોરંટ

રાજકોટના જેતપુરમાં વિચિત્ર ઘટના સામે આવી : ચૂંટણીની કામગીરી માટે નિમવામાં આવેલા ૪ કર્મી ઓ હાજર રહ્યા ન હોવાથી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી

જેતપુર,તા.૨૮ : આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પગલે હાલ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયતો અને ૮૧ નગર પાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થયું છે. ૩૧ જિલ્લા પંચાયતની ૯૮૦ બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. ૩૧ જિલ્લા પંચાયતની ૯૮૦ બેઠકોમાંથી ૨૫ બેઠક બિનહરીફ થઈ છે. ૩૧ જિલ્લા પંચાયતની ૯૮૦ બેઠકો પર ૨૬૫૫ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના ૯૫૫ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.  જ્યારે કે, ૨૩૧ તાલુકા પંચાયતની ૪૭૭૪ બેઠક પર મતદાન શરૂ થઈ ગયું છે. ૨૩૧ તાલુકા પંચાયતની ૪૭૭૪ બેઠક પર ૧૧૭ બેઠક બિનહરીફ થઈ છે. ૨૩૧ તાલુકા પંચાયતની ૪૭૭૪ બેઠક પર ૧૨,૨૬૫ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના ૪,૬૫૭ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ૮૧ નગરપાલિકાની ચૂંટણીનું પણ મતદાન શરૂ થઈ ગયું છે. ૮૧ નગર પાલિકાની ૨૭૨૦ બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. ૮૧ નગરપાલિકાની ૨૭૨૦ બેઠકોમાંથી ૯૫ બેઠક બિનહરીફ થઈ છે. ૮૧ નગરપાલિકામાં ૭૨૪૬ ઉમેદવારો મેદાનમાં છે. ૨ માર્ચે ચૂંટણીનું પરિણામ આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આજે મતદાનના દિવસે ઘણી જગ્યાએ મતદાનનો બહિષ્કાર જોવા મળ્યો હતો તો બીજી તરફ ઘણી મોટી મોટી કતારો જોવા મળી હતી. ત્યારે રાજકોટના જેતપુરમાંથી તો એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં ચૂંટણીની કામગીરી માટે નિમવામાં આવેલા ચાર કર્મચારીઓ હાજર રહ્યા ન હોવાથી તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી અધિકારી રામદેવ સિંહ ગોહિલ તેમજ એનડી કુગસિયાએ આ કર્મચારીઓ વિરૂદ્ધ કડક એક્શન લેતાં તેમને વોરન્ટ ઇશ્યૂ કર્યું હતું. આમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરજ પર હાજર ન રહેતા કડક પગલાં ભરવામાં આવ્યા છે.  ફરજ પર હાજર ન રહેનાર કર્મચારી ગૌરવ અમૃતલાલ શિલું (પટાવાળા- બોરડી સમઢીયાળા), રાજુભાઇ દેવસુરભાઈ ગઢવી- (પટાવાળા જેતપુર), વલ્લભભાઈ શામજીભાઈ ખૂંટ- (પ્રથમ મતદાન અધિકારી- જેતપુર) પરસોતમભાઈ  સવજીભાઇ વિરડીયા- (પટાવાળા- જેતપુર) આ ચાર કર્મચારીઓ સામે લોક પ્રતિનિધિત્વ ધારા -૧૯૫૧ની કલમ - ૧૩૪ અન્વયે પગલાં ભરવામાં આવ્યા છે.

(7:27 pm IST)