Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

ધોરાજી તાલુકાના નાની પરબડી ગામ ખાતે નવદંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા બાદ મતદાન કર્યું

નવદંપતી લગ્નમાં વ્યસ્ત હોવા છતાં પણ કન્યાદાન ની જેમ જ મતદાન બન્ને કરીને પોતાની દેશ માટે ફરજ બજાવી છે - જયંતીલાલ જોશી બ્રાહ્મણ


(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી તાલુકા ના નાની પરબડી ના યુવાને લગ્ન ગ્રંથી થી જોડાયા બાદ જાન   ઘરે લઈ જવા ની જગ્યા એ જાન વરરાજા અને  જાનૈયા સાથે મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું

લગ્ન વિધિ કરાવનાર બ્રાહ્મણ જયંતીલાલ જોષી જણાવેલ કે અમારા ગામ નાની પરબડી માં લગ્ન હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા કરવામાં આવ્યા હતા અને જાન વરરાજા ને ઘરે પહોંચે એ પહેલા જ અમોએ વિનંતી કરી કે આપણે આપણા દેશ ખાતર આપણી ફરજ ખાતર જે પ્રકારે કન્યાદાનમાં દીકરી દાનમાં આપવામાં આવે છે એ જ પ્રકારે મતદાન પણ પવિત્ર ગણવામાં આવે છે જેથી નાની પરબડી ગામના તમામ લોકો એ મતદાન કરી પોતાની ફરજ અદા કરવી જોઈએ તે ભાવથી વરરાજો તેમજ તેમના સગા વહાલાઓ પરિવારજનો એક સાથે આવી મતદાન મથક પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું હતું

   નાની પરબડી નો યુવાન વરરાજો કેતન પાઘડર એ જણાવેલ કે  આજરોજ મારા માટે પણ મહત્વનો દિવસ હતો જ પરંતુ ભારતના બંધારણ અને લોકશાહીની ફરજ બજાવી એ પણ મારી પ્રાથમિક ફરજ છે જેથી આજરોજ નાની પરબડી ખાતે મારી જાન પરત આવતા ઘરે જવાની બદલે સીધા જ પ્રાથમિક શાળા ખાતે મતદાન મથક ખાતે અમો મતદાન દેવા માટે આવ્યા છીએ અને દેશ ખાતર ગેલેરી દરેક લોકોને પ્રાથમિક ફરજ છે કે મતદાન અવશ્ય કરવું જોઇએ અને લોકસાહિત્યને જીવંત રાખવી જોઈએ તે ભાવથી અમોએ મતદાન કર્યું

(5:46 pm IST)