Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

આજે જામનગરમાં સ્‍થાનિક નગર પાલિકા ચૂંટણીમાં મતદારોએ અદમ્ય ઉત્‍સાહ દર્શાવ્‍યો : ઠેર-ઠેર મતદાન માટે કતારો જોવા મળી હતી

ધારાસભ્‍ય રાઘવજી પટેલ, જિલ્‍લા પ્રમુખ રમેશ મુંગરાએ મતદાન કરી રાષ્‍ટ્રીય ધર્મ બજાવ્‍યો : ભાજપ કાર્યલયે ઉપસ્‍થિત સાંસદ પૂનમબેન માડમ, ચૂંટણી ઇન્‍ચાર્જ ધનશુખ ભંડેરી સહિતના નેતાઓએ જામનગર જિલ્‍લામાં ભાજપના વિજયની આશા વ્‍યકત કરી

જામનગર :  જામનગરમાં જિલ્લા તાલુકા અને નગરપાલિકાની ચૂંટણી માટે રવિવારે મતદાન પ્રક્રિયા માટે અનેક મતદાન મથકોએ કતારો લાગી હતી. માલધારી સમાજની બહેનો ઉપરાંત વયોવૃદ્ધ લોકો પણ લોકશાહીના પર્વને વધાવવા માટે મતદાન માટે મતદાન મથકે પહોંચ્યા હતા. ત્યારે જામનગરના ધારાસભ્ય રાઘવજી પટેલે ઢંઢા અને જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાએ સૂર્યપરા ગામે મતદાન કર્યું હતું. મતદાન પૂર્વે જિલ્લા ભાજપ કાર્યાલયે સાંસદ પૂનમબેન માડમ, જામનગર જિલ્લાના ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ ધનસુખભાઈ ભંડેરી, મહામંત્રી દિલીપભાઈ ભોજાણી સહિતના નેતાઓએ ભાજપ જામનગરની જિલ્લા પંચાયતની 24 અને 6 તાલુકાની 112 સીટો અને સિક્કા નગરપાલિકાના 7 વોર્ડની 28 સીટો જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. (તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર)

(9:50 pm IST)