Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

રાજકોટ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારો દ્વારા મતાધિકારનો ઉપયોગ : ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોટી સંખ્યામાં મતદારો ઉમટ્યા

રાજકોટ : રાજકોટ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારો દ્વારા મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોટી સંખ્યામાં મતદારો ઉમટ્યા હતા. લોધિકાના ખિરસરા માં ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, કાળીપાટમાં ભુપતભાઈ બોદર, રાવકીમા સુરૂભા (આરટીઓ વાળા) તથા ગ્રામ્ય વિસ્તારોમાં જુદા જુદા આગેવાનો અને ગ્રામજનો એ મતદાન કર્યું હતું.(તસવીર સંદિપ બગથરીયા)

(11:10 am IST)
  • મહારાષ્ટ્રમાં લોકડાઉન લગાડવા ઈચ્છતો નથી પરંતુ લોકો માસ્ક નહિ પહેરે તો મજબૂરીથી લાદવું પડશે : મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ચેતવણી : લોકો જો કોવીડના નિયમોનું પાલન નહીં કરે અને માસ્ક નહિ પહેરે તો લોકડાઉન લગાડવું પડશે access_time 11:31 pm IST

  • ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં ભારે મતદાનને પગલે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ એકશન મોડમાં : પોતાના વિસ્તારના પેજ પ્રમુખોને દોડાવ્યા અને ભાજપ તરફી મતદાનની વિગતો આપવા આદેશ : અને પોતાના વિસ્તારમાં ૧૦૦ ટકા મતદાન થાયે તે જોવા પણ તાકીદ કરી access_time 3:48 pm IST

  • જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ સામે લડનારા સેનાના અધિકારીઓ અને જવાનોને સન્માન : એનાયત કરાયા: વીરતા પદક એનાયત કરીને તેના કાર્યને બિરદાવ્યું access_time 12:48 am IST