Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

વિછીયા ગામમાંથી છાસિયા, રાજપરા, મોકસરના 3 શખ્સને પિસ્તોલ તથા કાર્ટીસ સાથે વિંછીયા પોલીસે પકડ્યા: પીએસઆઈ રિઝવી અને ટીમની કાર્યવાહી

રાજકોટઃ વિછીયા ગામમાંથી બે શખ્સને પોલીસે દેશી બનાવટની પિસ્તોલ અને કારટીસ સાથે પકડી લીધા છે. પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણાની સુચના તેમજ ના.પો.અધિક્ષક શ્રી પી.એ. ઝાલા ગોંડલ અને કે.એન. રામાનુજ સર્કલ પો.ઇન્સપેક્ટર જસદણના માર્ગદર્શન મુજબ પેટ્રોલીંગ દરમ્યાન  પો.સબ ઇન્સ. ટી.એસ. રીઝવીને બાતમી મળેલ કે, મોઢકા ગામ તરફથી મોટર સાઇકલ નં GJ-13-AF-8823 ઉપર ત્રણ સવારીમા શખ્સો વિછીયા તરફ આવે છે અને તેમા પાછળ બેઠલ ઈસમ પાસે નેફામાં પીસ્ટલ રાખેલ છે. તેના આધારે વિછીયા પાંજરાપોળ પાસે સરકારી વાહન સાથે વોચમાં હતા, તે દરમ્યાન ઉપરોકત વાહન પસાર થતા તેને ઉભો રાખી ચેક કરતા, એક પીસ્ટલ તથા ચાર કાર્ટીસ નિકળતા, કબજે કરી આર્મ્સ એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી છે. આરોપીના નામ (૧) ભરત ભોળાભાઈ માલકીયા ( ઉ.વ ૨૪ રહે છાસીયા તા.વિછીયા) (૨) વિજય પોપટભાઈ ચાવડા( ઉ.વ ૨૧ રહે. મુળ રાજપરા તા.ચોટીલા જી સુ.નગર હાલ રહે ચોટીલા) અને (૩) ભાવેશ વિનુભાઈ રાજપરા( ઉ.વ ૧૯ રહે મુળ મોકાસર તા.ચોટીલા જી. સુ.નગર હાલ રહે સુરેન્દ્રનગર પોલીસ હેડ ક્વાર્ટર)ને પકડવામાં આવ્યા  છે.

 આ ત્રણેય પાસેથી દેશી પીસ્ટલ-૧ કિ રૂ ૨૦૦૦ તથા ચાર કાર્ટીસની કિ.રૂ ૮00, મોબાઇલ ફોન નંગ- ૩ કિ.રૂ. 18000, હિરો સ્પેલન્ડર  GJ-13-AF-882૩ ની કી.રૂ ૨૦૦૦૦ મળી કુલ મુદામાલ કિંમત રૂ.૫૮,૮૦૦નો કબ્જે કરાયો છે.

આ કામગીરી  ટી.એસ.રીઝવી પોલીસ સબ ઇન્સ, યુવરાજસિંહ ચંન્દ્રભાણસિહ વાઘેલા પો.કોન્સ., નિલેશભાઈ દુદાભાઈ ઝાપડીયા- પો.કોન્સ, હિતેશભાઈ ભગવતભાઈ સોયા પો.હેડ કોન્સ.તથા રાજા ભાઈ ભીખાભાઈ રગીયા પો.કોન્સ.એ કરી હતી.

(10:35 am IST)