Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

માળીયાના સરવડ નજીક ડ્રાઈવરને ચક્કર આવતા એસટી બસ રોડની નીચે ઉતરી: મોટી દુર્ઘટના ટળી

અકસ્માતમાં કોઈ જાનહાની નહિ :એસટીના ડ્રાઈવરને સારવાર અર્થે ખસેડાયો

મોરબી ડેપોની એસટી બસ માળીયાના સરવડ પાસેથી પસાર થતી હોય ત્યારે બસના ડ્રાઈવરને ચક્કર આવતા સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા એસટી બસ રોડથી નીચે ઉતરી ગઈ હતી

   મોરબી ડેપોની મોરબી-ભાવપર રૂટની બસ આજે તેના નિત્ય ક્રમ મુજબ માળીયાના સરવડ પાસેથી પસાર થતી હોય ત્યારે બસના ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડથી નીચે ઉતરી ગઈ હતી જોકે અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઇ નથી

બનાવ અંગે મોરબી ડેપો મેનેજરનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે બસના ડ્રાઈવરને બીપીની તકલીફ હોય જેથી ચક્કર આવતા અકસ્માત સર્જાયો હતો જોકે અકસ્માતમાં કોઈને ઈજા કે જાનહાની થઇ નથી જયારે બસના ડ્રાઈવરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જોકે બસ રોડથી નીચે ઉતરી જતા થોડીવાર માટે મુસાફરો હેબતાઈ ગયા હતા બસમાં ૧૦ થી વધુ મુસાફરો સવાર હોવાનું પણ જાણવા મળ્યું છે.

(12:49 am IST)