Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

ગુજરાતમાં મા કાર્ડ હોવા છતાં ગરીબ દર્દીઓને લુંટતી હોસ્પિટલો સામે પગલા લેવા માગણી

અમદાવાદની જુદી જુદી હોસ્પીટલોની જગ્યા ભરવા ધારાસભ્ય શેખની રજુઆત

સાવરકુંડલા તા. ૮ : ગરીબ દદીૃઓને વિનામૂલ્યે સારવાર મળે તે માટે મા કાર્ડ હોવા છતાંય ખાનગીહોસ્પિટલો નાણા પડાવે છે. સરકાર એક બાજુ મા કાર્ડ આપી વાહવાહી લુંટવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ખાનગી હોસ્પિટલો ગરીબ દર્દીઓ પાસેથી નાણા પડાવી મનમાની કરે છે ત્યારે આવું કરતી હોસ્પિટલો સામે કડક પગલા ભરવા અમદાવાદ શહેરના દરિયાપુર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યશ્રી ગ્યાસુદીન શેખે માંગણી કરી છે.

શેખે પુછેલા પ્રશ્નના જવાબમાં આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે, અમદાવાદ શહેરની શેલ્બી હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, નારાયણ મલ્ટીસ્પેશ્યાલીટી હોીસપટલ, સ્વયંભુ હોસ્પિટલ, સેન્ટ્રલ  યુનાઇટેડ હોસ્પિટલ આયાત મલ્ટીસ્પેશ્ીયાલીટી હોસ્પિટલોએ મા કાર્ડ હોવા છતાંય ગરીબ દર્દીઓ પાસેથી નાણા લીધા હતા. ખાનગી હોસ્પિટલોને ગરીબ દદીૃઓની સેવા સારવાર કરવાને બદલે નાણાં કમાવવામાં રસ છે.

રાજયની ભાજપ સરકાર ગુજરાત રાજય આરોગ્ય ક્ષેત્રમાં હરણફાળ ભરી રહયુ છે તેવી ડીંગ હાંકે છે. ત્યારે રાજય આરોગ્ય વિભાગે જ ગૃહમાં આંકડા રજુ કર્યા છે તે મુજબ, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સંવર્ગવાર મંજુર મહેકમ પૈકી ૭૬પ જગ્યાઓ, યુ.એન.મહેતા, હાર્ટ ઇન્સ્ટીટયુટમાં રપ૧૩ જગ્યાઓ અને કેન્સર હોસ્પિટલમાં ૧પ૮ જગ્યાઓ, કીડની રીસર્ચ ઇન્સ્ટીટયુટમાં ૮૭ જગ્યાઓ ખાલી છે. હાર્ટ કેનસર, કીડની જેવી ગંભીર બીમારીઓમાં સરકારી હોસ્પિટલોમાં ડોકટરોની અછતને કારણે દદીઓને  ખુબ જ  હાલાકી ભોગવવી પડે છ. એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાં ડોકટરોની અછત હોય ત્યારે આખાય રાજયમાંથી આવતા દર્દીઓને પરેશાન થવું પડે છે. આથી આવા ગરીબ મધ્યમ વર્ગના ર્દીઓના હિતમાં સરકારે ડોકટરોની તાકીદે ભરતી કરવી જોઇએ તેવી શ્રી ગ્યાસુદીન શેખે માંગણી કરી હતી. (૭.૧૯)

(12:51 pm IST)