Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

કચ્છ જિ.માં અનુસુચિત જાતિ પેટા યોજનામાં ડિસેમ્બર સુધીમાં ૭૫.૮૪ ટકસિધ્ધિ હાંસલ

જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષપદે અનુ.જાતિ પેટા યોજના અમલીકરણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઇ

ભુજ,તા.૨૮:ભુજ ખાતે જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષપદે અનુસૂચિત જાતિ પેટા યોજનાંની માહે ડિસેમ્બર-૧૯ અંતિત સમીક્ષા બેઠક યોજાઇ હતી.

આ બેઠકનાં અધ્યક્ષપદેથી જિલ્લા સમાહર્તાશ્રી પ્રવિણા ડી.કે. એ અનુસૂચિત જાતિ પેટા યોજના અંતર્ગત અમલીકરણ અધિકારીઓને યોજનાઓનો અસરકારક અમલ કરવા નિર્દેશો આપી જેણે વિભાગોની કામગીરીમાં મંદ ગતિ કરી છે તે બાબતે ટકોર કરી હતી અને ઝડપથી કામો પૂર્ણ કરવા સૂચના આપી હતી.

બેઠકમાં અનુસૂચિત જાતિ પેટા યોજના અંતર્ગત ડિસેમ્બર-૨૦૧૯ અંતિત જિલ્લા માટે ૧૯ વિભાગોને જુદાં-જુદાં હેતુઓ માટે ફાળવાયેલ ગ્રાંટ રૂ. ૨૧૧૩.૬૩ લાખની ગ્રાંટ સામે રૂ. ૧૬૦૨.૯૦ લાખનો ખર્ચ કરી ૭૫.૮૪ ટકા સિધ્ધિ હાંસલ કરવામાં આવી હોવાની વિગતો પણ અપાઇ હતી.

બેઠકના પ્રારંભે અનુસૂચિત જાતિ પેટા યોજના સમિતિના સભ્ય સચિવ અને નાયબ નિયામક, અનુ.જાતિ કલ્યાણ અધિકારી વી.ઓ.જોશીએ સ્વાગત કરી યોજનાકીય મુદ્દાઓની છણાવટ કરી હતી.

બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, જિલ્લા પંચાયત સામાજીક ન્યાય સમિતિના ચેરમેન વસંતભાઈ વાઘેલા, અનુસૂચિત જાતિ સમિતિના સભ્યશ્રીઓ, જિલ્લાના પદાધિકારીઓશ્રીઓ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, સરકારી વકીલો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(12:01 pm IST)