Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

બોટાદના ગૌરક્ષક જેબલીયાને શ્રેષ્ઠ ગૌરક્ષક એવોર્ડ અર્પણ

બોટાદ તા.૨૮ : બોટાદમાં ઇન્ટરનેશનલ જૈન પેગમં ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રશાંતભાઇ જૈન તથા ગુજરાત શાખાના પ્રદેશ પ્રભારી હીરેનભાઇ દ્વારા વિશિષ્ટ વ્યકિતઓનુ સન્માન સાથે એવોર્ડ અર્પણ કરાયો. તેમાં બોટાદના સામતભાઇ જેબલીયા કે જેઓ અનેક સામાજીક ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાય સામાજીક ધાર્મિક પ્રવૃતિઓ સાથે ઉડીને આંખે વળગે તેવી ગૌરક્ષાની શુભ કામગીરી કરી રહેલ સામતભાઇ જેબલીયાને ગુજરાત પ્રદેશના શ્રેષ્ઠ ગૌરક્ષક તરીકેનો એવોર્ડ અર્પણ કરી સન્માનીત કરાયેલ.

સામતભાઇ રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી તેમજ સુર્યસેના સુપ્રીમો તેમજ બોટાદ કાઠી ક્ષત્રીય સેનાના પ્રમુખ તેમજ અ.ભા.ગૌરક્ષા સમિતિના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી તરીકે જીવના જોખમે માનદ સેવા આપે છે. સામતભાઇ જેબલીયાએ અને તેમના ગુજરાતભરમાંથી ગૌરક્ષકોની ટીમ તૈયાર કરેલ તે દ્વારા ગુજરાતમાંથી ૨૦૦૦૦ વીસ હજાર ઉપરાંત કતલખાને જતા ગૌવંશને બચાવી રેકોર્ડ બ્રેક કામગીરી કરી રહ્યા છે.

આ ગૌરક્ષાની કામગીરીથી પ્રભાવીત થઇ પૂ.જગદગુરૂ શંકરાચાર્યજી મહારાજ તથા અખીલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ ગોપાલાનંદજી બાપુ બીલખા તથા હાલના વડાપ્રધાન નરેન્દ્રમોદીએ અને જસદણ સ્ટેટ પુર્વ રાજવીર સત્યજીતકુમાર ખાતરે પણ સન્માનીત કરેલ. સામતભાઇ જેબલીયા જણાવે છે કે, આ બધા એવોર્ડ સન્માનના મુળમાં ગાયમાતા છે. ગાયમાતાના અંતરના આશિર્વાદથી ગૌવંશ અબોલપશુની કતલથતી હોય અથવા કતલ માટે અબોલ પશુઓની વાહનો દ્વારા અથવા એનકેન પ્રકારે હેરફેર થતી હોય તો વિના સંકોચે સામતભાઇ જેબલીયા મો. ૯૮૨૪૩ ૯૦૧૩૩માં ફોન કરી જાણ કરવો જેથી કતલખાને જતા અનેક ગૌવંશ બચી જશે.

(11:58 am IST)