Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

મહિકા અને કાળીપાટ વચ્ચે 'હિટ એન્ડ રન'માં ઘવાયેલા અજાણ્યા વૃધ્ધનું મોત

૨૨મીથી સારવારમાં હતાં: સવારે મોતઃ વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨૮: રાજકોટ-ભાવનગર હાઇવે પર ૨૨/૨ના રોજ અજાણ્યા આશરે ૬૦ વર્ષના વૃધ્ધને કોઇ અજાણ્યા વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો. આ વૃધ્ધે સારવાર દરમિયાન દમ તોડી દીધો છે. હિટ એન્ડ રનની આ ઘટનામાં મૃત્યુ પામનારની ઓળખ મેળવવા પોલીસ તપાસ કરી રહી છે.

જાણવા મળ્યા મુજબ આશરે સાંઇઠ વર્ષના વૃધ્ધ ૨૨મીએ મહિકા-કાળીપાટ વચ્ચેના રસ્તે ચાલતાં જતાં હતાં ત્યારે કોઇ કારનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ૧૦૮ના દિવ્યાબેન અને પાઇલોટે તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. આ વૃધ્ધનું બેભાન હાલતમાં જ આજે સવારે મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. રાજુભાઇ ગીડા અને રવિભાઇએ આજીડેમ પોલીસને જાણ કરતાં પીએસઆઇ આર. વી. કડછા અને વિપુલભાઇ રબારીએ જરૂરી કાર્યવાહી કરી છે.

તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો મો. ૯૭૩૩૮ ૧૪૮૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:57 am IST)