Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

હળવદના કવાડિયા નજીકના આશ્રમના મહંત પ્રભુચરણદાસજીએ પિતાની જેમ અનાથ દિકરીઓનું કન્યાદાન કરીને સાસરે વળાવી

હળવદ તા. ૨૮ : સંસારની મોહમાયા છોડી દીધા બાદ વેરાગી બનેલા સાધુ, સંત, મહાત્માઓ જરૂરિયાતમંદ લોકોનું કલ્યાણ કરવામાં પોતાનું જીવન સમર્પિત કરી દેતા હોય છે આવો એક હૃદય અને મન ને અનેરી પ્રેરણાઙ્ગ આપતો પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે. જેમાં હળવદના કવાડિયા ગામ પાસે આશ્રમ ધરાવતા સંત પ્રભુચરણદાસ બાપુએ અનાથ દીકરીનું પોતાની વ્હાલી પુત્રીની જેમ લાલન પાલન કરીને ઉછેરવા માટે એક પ્રેમાળ પિતા બની ગયા હતા. આ પુત્રીને અતિશય લાડકોડથી ઉંચેરી તેને સારું શિક્ષણ અપાવી ઉંમર લાયક થતા સારા મુરતિયા સાથેઙ્ગ તેના ધામધૂમથી લગ્ન કર્યા હતા. આ સંતે એક પ્રેમાળ પિતા બનીને દીકરીનું કન્યાદાન કરીને હસીખુશીથી સાસરે વળાવી હતી.

હળવદના કવાડિયા ગામે આવેલા આશ્રમ ચલાવતા પ્રભુચરણદાસબાપુને આજથી આશરે ૧૫ વર્ષ પહેલાં આધ્યાત્મિકઙ્ગ પ્રવચન માટે અમદાવાદ જવાનું થયું હતું.તેઓ અમદાવાદ ગયા ત્યારે તેમને એક પાંચ વર્ષની માસુમ દીકરી મળી આવી હતી અને આ માસુમ દીકરી મા બાપ વગરની અને અનાથ હોવાનું જણાતા પ્રભુચરણદાસ બાબુએ કોઈપણ જાતના સંકોચ વગર આ અનાથ દીકરીને ઉછેરવાનું બીડું ઉઠાવ્યું હતું અને એ અનાથ દીકરીને હળવદના કવાડિયા પાસે આવેલા પોતાના આશ્રમે લાવીને એક પિતાની જેમ જ ઉછેરવાનું શરૂ કરી દીધું હતું.કહેવાય છે કે દીકરી વ્હાલનો દરિયો હોય છે.આ માસુમ દીકરીને જોઈને બાપુ સંતમાંથી એક પ્રેમાળ પિતા બની ગયા અને આ રીતે એક પિતા કરતા પણ વિશેષ કાળજી લઈને અનાથ દીકરીની દરેક ઈચ્છા પરિપૂર્ણ કરીને તેનું લાલન પાલન કર્યું હતું અને આ દીકરીને માતા પિતાની કયારેય ખોટ સાલવા દીધી ન હતી એ રીતે બાપુએ આ દીકરીને ઉંચેરી હતી.તેમજ આ દીકરીને સારું શિક્ષણ અપાવ્યું હતું.

ત્યારે હવે આ દીકરી કોમલબેન ઉંમર લાયક થતા તેના તેની જ જ્ઞાતિ ગુર્જર સુથાર ના યુવક નિકુંજ સાથે નક્કી કરવામાં આવ્યા હતા અને લગ્નની કંકોત્રીમાં પણ પ્રભુચરણદાસ બાપુની દીકરી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.ત્યારેઙ્ગ કોમલબેનના નિકુંજ સાથે ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા હતા.આ લગ્નમાં મોટી સંખ્યામાં હરિભકતો અને સેવકો હાજર રહ્યા હતા.જયારે પ્રભુચરણદાસ બાપુએ આજે પોતાની વ્હાલસોયી દીકરીનું જાતે કન્યાદન કર્યું હતું અને એક પિતાની જેમ આ લગ્નવિધિ કરી હતી.પુત્રીને જરાય ઓછું ન લાગે એ માટે કાળજી પૂર્વક ધ્યાન રાખી ઉમદા સંસ્કારોથી સિચન કરીને આજે આ દીકરીના વિદાય વખતે બાપુએ તેને સાસરિયામાં સૌના પ્રિય બનીને સંસાર જીવનને મંગલમય બનાવવાની શીખ આપી હતી.આ રીતે પુત્રીને લાડકોડથી ઉછેરીને ધમુધમથી લગ્ન કરાવીને હસી ખુશીથી સાસરે વળાવી હતી.આ લગ્ન પ્રસંગે આમંત્રિત મહેમાનો તેમજ લગ્ન પ્રસંગમાં હાજર રહેલ લોકોને જમવાની વ્યવસ્થા હળવદ મહર્ષિ ગુરુકુળ તરફથી કરવામાં આવી હતી તેમજ દીકરીને કપડા સોનાની વીંટી પણ ભેટમાં આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે મહર્ષિ ગુરુકુળ ખાતે કોમલ એ અભ્યાસ કર્યો તેની ગુરુકુળ દ્વારાઙ્ગ ફી લેવામાં આવી ન હતી.

આ પ્રસંગે સંતશ્રી દામજી ભગત ખાસ હાજર રહ્યા હતા.

લગ્ન પ્રસંગે આમંત્રિત મહેમાનો તેમજ લગ્ન પ્રસંગમાં હાજર રહેલ લોકોને જમવાની વ્યવસ્થા હળવદ મહર્ષિ ગુરુકુળ તરફથી કરવામાં આવી હતી તેમજ દીકરીને કપડા સોનાની વીંટી પણ ભેટમાં આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે મહર્ષિ ગુરુકુળ ખાતે કોમલ એ અભ્યાસ કર્યો તેની ગુરુકુળ દ્વારા એક પણ રૂપિયા ફી લેવામાં આવી ન હતી.

આ પ્રસંગે સંતશ્રી દામજી ભગત, વાલજીભાઈ વાસાણી, ઈન્દ્ર વિજયસિહ ઝાલા, નવઘણભાઈ ભરવાડ, જેઠાભાઇપટેલ લાટીવાળા, રમણીકભાઈ ભારોડીયા, વિનુભાઈ સામઢીયાણી, મગનભાઈ પટેલ, ઙ્ગરજનીભાઈ સંઘાણી, વિનુભાઈ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. (તસ્વીર - અહેવાલ : દિપક જાની, હરીશ રબારી - હળવદ)

(11:51 am IST)