Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

એનપીઆર પ્રક્રિયામાં કચ્છના મુસ્લિમો કાગળ નહીં બતાવેઃ મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા બહિષ્કારની અપીલ

જુમા નમાજ બાદ સમિતિની આ અપીલ મસ્જિદના પેશ ઇમામોને વાંચી સંભળાવવા વિનંતી, ગણતરી કરનારા કર્મચારી સાથે શાંતિ અને પ્રેમપૂર્વક વર્તવાની અપીલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૮: કેન્દ્ર સરકાર દ્વારા આગામી એપ્રિલ મહિનાથી શરૂ થનાર નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (એનપીઆર)ની ગણતરી પ્રક્રિયાનો કચ્છના મુસ્લિમો દ્વારા બહિષ્કાર કરવામાં આવશે. આ અંગે અખિલ

   કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિએ જાહેર અપીલ કરી છે. સમિતિના પ્રમુખ ઇબ્રાહિમ હાલેપોત્રાના જણાવ્યા પ્રમાણે સમગ્ર દેશમાં બંધારણ અનુસાર એનપીઆર, સીએએ, એનઆરસી સંદર્ભે જે વિરોધ વ્યક્ત કરાઈ રહ્ના છે, તેમાં કચ્છનો મુસ્લિમ સમાજ પણ જાડાશે. જાકે, મુસ્લિમ હિતરક્ષક સમિતિએ પોતાની અપીલ સાથે ખાસ તાકીદ પણ કરી છે, કે એનપીઆર નોંધણી માટે જે સરકારી કર્મચારી આવે તેમની સાથે પ્રેમપૂર્વક વર્તણુંક કરી, કોઈ પણ દ્યર્ષણમાં ઉતર્યા વગર શાંતિ સાથે અમે કાગળ નહીં બતાવીએ એવું કહીને એ ગણતરી કરનાર કર્મચારીને જવા દેવા જણાવ્યું છે.

મુસ્લિમ હિત રક્ષક સમિતિએ દરેક મસ્જિદના પેશ ઇમામોને જુમા નમાજ બાદ આ અપીલ વાંચી સંભળાવવા વિનંતી પણ કરી છે. એનપીઆર દરમ્યાન મેળવાતી માહિતીમાં દેશમાં રહેતા નાગરિકોની કુટુંબ પરિવાર અંગેની વર્તમાન સામાન્ય માહિતી, પિતા, માતાનું નામ, જન્મ સ્થળ, જન્મ તારીખ, નાગરિકતા, વ્યવસાય, શૈક્ષણિક લાયકાત વિશેની જાણકારી મેળવવામાં આવશે.

(11:42 am IST)