Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

DYSP દંપતીનો જાજરમાન લગ્ન સમારોહ : ચિ. રૂતુબેન રાબા- ચિ. સુરજીતસિંહ મહેડુ

આટકોટ : રાજયના ગઢવી ચારણ સમાજના પ્રથમ મહિલા DYSP રાજકોટના રૂતુબેન રાબા અને DYSP સુરજીતસિંહ મહેડુ તાજેતરમાં રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલા પાર્ટી પ્લોટમાં લગન્ ગ્રંથીથી જાડાયા હતા. રજવાડી ઠાઠથી યોજાયેલા આ લગન્ સમારોહમાં દેશભરમાંથી ગઢવી ચારણ સમાજના શ્રેષ્ઠીઓ, પોલીસ કોન્સ્ટેબલથી લઇ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, નામાંકિત કલાકારો, સાહિત્યકારો, રાજકીય અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ સહિત જુદા-જુદા ક્ષેત્રોના અનેક શ્રેષ્ઠીઓ, સુરજીતસિંહ મહેડુના પિતા ઘનશ્યામદાન અંબાદાન મહેડુ કે જેઓ ગાંધીનગર ખાતે નિવૃત DYSP છે જેથી જાનમાં સચિવાલયના ઉચ્ચ અધિકારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે રૂતુબેન રાબા હાલ ગાંધીધામ અને તેમના ભરથાર સુરજીતસિંહ ભરૂચ ખાતે ફરજ બજાવે છે. (તસ્વીર : અહેવાલ : વિજય વસાણી, આટકોટ)

(11:41 am IST)