Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

ખોટી લાલચમાં ફસાતા જુનાગઢના પ્રૌઢે રૂ.૧૦ લાખ ગુમાવતા ચકચાર

સુરતના શખ્સ સામે વિશ્વાસઘાત-છેતરપીંડીની ફરીયાદ

જુનાગઢ તા. ર૮ : ખોટી લાલચમાં ફસાતા જુનાગઢના પ્રૌઢે રૂ.૧૦ લાખ ગુમાવતા સુરતના શખ્સ સામે વિશ્વાસઘાત છેતરપીંડીની પોલીસ ફરીયાદ થઇ છે.

આ અંગેની વિગતો એવી છે કે, જુનાગઢના જાશીપરાના રણછોડનગર વિસ્તારમાં રહેતા બટુકભાઇ હિરાભાઇ પરમાર (ઉ.પપ) નામના પ્રૌઢનો સુરતના અશોક માધવજીભાઇ વાજા નામના શખ્સ સાથે સંપર્ક થયેલ.

આ શખ્સે બટુકભાઇને ખોટી લાલચ આપી વિશ્વસમાં લઇ રૂ.૧૦ લાખ મેળવેલ અને બાદમાં આ નાણા પરત ન આપી તેમજ આ પૈસા આપવા માટે બટુકભાઇએ રૂ.૬.૪૦ લાખની લોન લીધેલ.

આ માટે અશોક વાજાએ વડોદરા જીલ્લાના રવાલ ખાતેના પોતાના પ્લોટમાંથી ૧૦૦૦ ચોરસ વારનો પ્લોટના સાટખત કરી આપેલ બાદમાં બટુકભાઇ પરમારે તેમના નાણાંની ઉઘરાણી કરતા સુરતના આ શખ્સે પાંચ લાખ અને છ લાખના અલગ અલગબે ચેક આપેલા.

પરંતુ એક બેન્કમાંથી બાઉન્સ થયેલ તેમજ સુરતીએ પ્લોટના સાટાખતની અમલવારી પણ કરી આપેલ નહિ.

આમ છેતરપીંડી વિશ્વાસઘાતનો ભોગ બનેલા બટુકભાઇ પરમારે બી ડીવીઝનમાં ફરીયાદ કરતા પીએસઆઇ વી.કે. ડાકીએ તપાસ હાથ ધરી છ.ે(

(11:01 am IST)