Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

મુંદરાના પ્રાગપર ચોકડી પાસેથી છરી સાથે ભુભખર સૈયદ ઝડપાયો

 

મુંદરા : તાલુકાના પ્રાગપર ચોકડી પાસેથી પોલીસે છરી સાથે એક શખ્સને ઝડપી લીધો છે આગામી હોળી-ધુળેટીના તહેવારોને અનુલક્ષીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મુંદરા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પ્રાગપર ચોકડી પાસેથી અભુભખર અલીઅસગર સૈયદ (ઉ.વ. ર૦) (રહે. મૂળ ખત્રી ખડીયા, મદિનાનગર, વોર્ડ-૬, અંજાર, હાલે રહે. મોટા આસંબિયા તા.માંડવી)ને છરી સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ જી.પી.એક્ટની કલમ ૧૩પ મુજબ ફરિયાદ નોંધીને મુંદરા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(1:04 am IST)