Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

મોરબીની કુબેર ટોકીઝ નજીક રહેણાંક મકાનમાંથી દારૂની ૪૯ બોટલના સાથે આરોપીની અટકાયત

રૂપિયા ૨૫,૪૮૦ નો મુદામાલ કબ્જે :દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો ? પૂછપરછ

 

મોરબી બી ડિવિઝન પોલીસ ની ટીમ પેટ્રોલીંગ માં હતી ત્યારે કુબેર ટોકીઝના નજીકના રહેણાંક વિસ્તારમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 મળતી વિગત મુજબ મોરબીના જિલ્લા પોલીસ વડા થતા ઇન્ચાર્જ ડી. વાય. એસ. પી વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પી.આઈ પી.બી.ગઢવી સહિતનો સ્ટાફ પેટ્રોગીમાં હતો ત્યારે કિશોરદાન ગઢવી અને એ.પી.જાડેજાના ખાનગી રહે બાતમી મળી હતી કે કુબેરટોકીઝ પાછળ આવેલ મફતિયાપરા રહેતા રાજેશભાઈ ઉકાભાઈ અધારા વાળા ના મકાનમાં દારૂ જથ્થો હોવાની બાતમી આધારે ત્યાં દરોડો પાડતા તેના ઘરમાંથી ૪૯ દારૂની બોટલ કિંમત રૂપિયા ૨૫,૪૮૦ ના મુદમાલ સાથે ઝડપી લેવમાં આવ્યો છે તો આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો કેટલા સ્મયથી દારૂ આવતો તેની તપાસ પોલીસ ચલાવી રહી છે

દરોડમાં ક્રિપાલસિંહ ચાવડા, અર્જુનસિંહ ઝાલા, ભાનુભાઈ બાલાસરા, આઈ..ટી.જામ, મુકેશભાઈ ઝીલરીયા, રમેશભાઈ મીયાત્રા, ભગીરથ લોખીલ, રૂતરાજસિંહ જાડેજા અને દેવશીભાઈ મોરી સહિતના સ્ટાફે કામગીરી બજાવી હતી

(12:18 am IST)