Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

મોરબીમાં ખડકાયેલા ગેરકાયદે દબાણો હટાવવા હાઈકોર્ટના આદેશ બાદ પાલિકા તંત્ર હરકતમાં

બે આસામીને નોટીસ ફટકારી દબાણો હટાવવા ૧૦ દિવસની મુદત આપી

મોરબીમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોય જેની રજુઆતો છતાં પાલિકા તંત્રએ કાર્યવાહી ના કરતા હાઈકોર્ટમાં કરેલી અરજીને પગલે હાઈકોર્ટે પાલિકાને દબાણો હટાવવા આદેશ આપતા હવે પાલિકા તંત્ર દોડતું થયું છે અને બે આસામીને નોટીસ ફટકારી દબાણો હટાવવા ૧૦ દિવસની મુદત આપવામાં આવી છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રમેશભાઈ બધાભાઈ રબારી દ્વારા હરીજનવાસમાં સરકારી જમીન પર ખડકાયેલા દબાણો હટાવવા હાઈકોર્ટમાં સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન કરવામાં આવી હતી અને દબાણો મામલે હાઈકોર્ટે પાલિકાને દબાણો હટાવવા આદેશ આપ્યો છે અગાઉ અનેક રજુઆતો છતાં પાલિકા દ્વાર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જોકે હવે હાઈકોર્ટે આદેશ આપતા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું અને બે આસામીને અમરાભાઈ રબારી અને દિનેશભાઈ રબારી નોટીસ ફટકારીને દબાણો હટાવવા ૧૦ દિવસની મુદત આપી છે

અને જો દબાણ હટાવવામાં નહિ આવે તો મુદત વીત્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે મોરબી શહેરમાં અનેક સ્થળે કાચા અને પાકા દબાણો ખડકી દેવામાં આવ્યા છે અને ગેરકાયદેસર બાંધકામોનો પણ રાફડો ફાટ્યો છે જે અંગે અવારનવાર રજૂઆત કરવામાં આવે છે જોકે તંત્ર દ્વાર કોઈ કામગીરી કરવામાં આવતી નથી.

(12:16 am IST)