Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

સાયલાના સીર વાણિયા ગામે પોલીસ કોન્સ્ટેબલ પર ફાયરિંગ : સિવકુ કાઠીએ મળવા બોલાવી સામાન્ય બાબતે ગોળીબાર કર્યો

પોલીસ કોન્સ્ટેબલનો આબાદ બચાવ :ફાયરિંગ કરીને ફરાર સિવકુ કાઠી સામે હત્યાના પ્રયાસ સહિતનો ગુન્હો

 

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના સીર વાણિયા ગામે પોલીસ કોન્સ્ટેબલ પર ફાયરિંગ થયાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે પોલીસ કોન્સ્ટેબલને ફોન કરી મળવા બોલાવ્યા બાદ કોઈ બાબતે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘટના બાદ પોલીસ કાફલા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

    અંગે મળતી વિગત મુજબ સુરેન્દ્રનગરના સાયલાના સીર વાણિયા ગામે કોન્સ્ટેબલ પર ફાયરિંગ કર્યું હતું વાણિયા ગામે સિવકુ કાઠી નામના યુવકે ફોન કરીને કોન્સ્ટેબલને બોલાવ્યા બાદ કોઇ સામાન્ય બાબતે સિવકુ કાઠીએ કોન્સ્ટેબલ પર ફાયરિંગ કર્યું હતું.
  
ફાયરિંગની ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલનો આબાદ બચાવ થયો હતો, ફાયરિંગ કરી આરોપી સિવકુ ફરાર થઇ ગયો હતો. હાલ પોલીસે ઘટનાસ્થળે જઇને વધુ કાર્યવાહી હાથ ધરી છે, તથા આરોપી સામે હત્યાનો પ્રયાસ સહિતના ગુના નોંધવાની તજવીજ હાથ ધરી હતી

(12:41 am IST)