Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

લોધીકાના માખાવડ-રાવકી-છાપરા-પારડી સહિતના ગામોમાં ખરાબા-ગૌચરની જમીનમાં આડેધડ દબાણો

૧૦ દિવસમાં ઉકેલ લાવો નહી તો પરિવાર-માલઢોર સાથે ઉપવાસ આંદોલન : ગૌરક્ષા સેના અને માલધારીઓ કલેકટર કચેરીએ દોડી આવ્યાઃ આવેદન સાથે રજૂઆત

ગૌપાલકો તથા માલધારીઓએ લોધીકા તાલુકાના ગામોમાં થયેલા દબાણો અંગે રજૂઆતો કરી હતી

રાજકોટ, તા. ૨૮ :. ગૌરક્ષા સેનાના જીલ્લા પ્રમુખ વિક્રમભાઈ ભરવાડ તથા અન્ય માલધારીઓએ કલેકટરને આવેદન પાઠવી લોધીકા તાલુકાના માખાવડ, રાવકી, છાપરા અને પારડી સહિતના અન્ય ગામોમાં ખરાબા તથા ગૌચરમાં થયેલા દબાણો દૂર કરવા માંગણી કરી હતી. આવેદનમાં ઉમેર્યુ હતુ કે, લોધીકા તાલુકાના માખાવડ, રાવકી, છાપરા અને પારડી સહિતના અન્ય ગામોમાં સરકારી ખરાબા તથા ગૌચરની જમીનમાં ગેરકાયદેસર દબાણો થયેલા છે. ગૌચરમાં ગેરકાયદેસર દબાણોના કારણે ગાયો સહિતના માલઢોરનું ચરીયાણ બંધ થયેલ છે.ગુજરાત હાઈકોર્ટ અને પરીપત્ર મુજબ તે ૧૦૦ પશુ દીઠ ગામે ગામ ૪૦ એકર જમીન ગૌચર માટે ફાળવેલ છે. જેથી માપેલી હદ-નિશાન પ્રમાણે તમામ ગામોએ ગૌચરની માપણી કરાવી અને ગૌચરમાં થયેલ દબાણ વહેલી તકે દુર કરાવવા અમારી માંગણી છે. જો ૧૦ દિવસની અંદર નિર્ણય નહિ આવે તો અમારે સમસ્ત સંસ્થાઓને નાછુટકે પરિવાર માલઢોર સહિત ઉપવાસ આંદોલન અને ગાંધી ચિંધ્યા રાહે ચાલવાની ફરજ પડશે.(૨-૨૭)

(3:56 pm IST)