Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

પાટણવાવના નાગલખડા ગામની સીમમા જૂગાર રમતા ૭ પકડાયા

૧.૧૩ લાખનો મુદામાલ કબ્જેઃ પી.એસ.આઇ વાય.બી.રાણાનો દરોડો

રાજકોટ, તા.૨૮:-  પાટલવાવના નાગલખડા ગામની સીમમાં જાહેરમાં જૂગાર રમતા ૭ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મિણા  તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એમ.ભરવાડ  જેતપુર  તરફથી દારૂ તથા જુગારની બદ્દીને નેસ્તનાબુદ કરવા આપેલ સુચના અન્વયે પાટણવાવ પો.સ્ટેના પો.સબ.ઇન્સ. વાય.બી.રાણા સાહેબને મળેલ હકિકતના આધારે પાટણવાવ પો.સ્ટે વિસ્તારના નાગલખડા ગામની સિમમા જાહેરમાં જુગાર રમતા નીચે મુજબના ૭ ઇસમો ને પકડી પાડેલ(૧) અસરફભાઇ અલીભાઇ સમા રહે.નાગલખડસ(૨) ગુલમામદ અલારખાભાઇ સમા રહે.નાગલખડા.(૩) દિલાવર નારમામદભાઇ સમા રહે.હાટફોડી.(૪) મામદભાઇ હુસેન સમા રહે.હાટફોડિ.(૫) રજાક ઓસમાણભાઇ સમા રહે. નાગલખડા.(૬) યુનુસ ઇસ્માઇલ સમા રાહે.હાટફોડી.(૭) દિલાવર સુલેમાન સમા રહે.હાટફોડિને રોકડ રુ.૨૧,૪૦૦ર્ં મોબાઇલ નંગ-૮ કિંમત રૂ.૧૨,૫૦૦ તથા ૩-મો.સા. કિંમત રૂ-૮૦,૦૦૦ મળી ર્ંકુલ મુદ્દામાલ રૂ-૧,૧૩,૯૦૦ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.આ કાર્યવાહીમાં પો.હેડ.કોન્સ મેહુલભાઇ સુવા, અરુણભાઇ ખટાણા, પો.કોન્સ દુષ્યંતરાજસિંહ વાળા, કેવિનભાઇ બોરખતરીયા, રવિભાઇ ચાવડા, માહિપાલસિંહ, ખીમજીભાઇ હુણ તથા પારસભાઇ જાંબુવડિયા જોડાયા હતા.

(3:46 pm IST)