Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

મોરબી ભાજપ દ્વારા આતશબાજી

 મોરબી : કાશ્મીરના પુલવામાં થયેલા આતંકી હુમલાનો ભારતે બદલો લીધો છે અને પાકિસ્તાનમાં ઘુસી તેને સબક શીખવ્યો છે જેની મોરબી તાલુકા ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયાની આગેવાનીમાં તાલુકા ભાજપની ટીમે સાંસદ મોહનભાઈ કુંડારિયાના કાર્યાલય નજીક ફટાકડા ફોડી ઉજવણી કરી હતી તેમજ ભારતની સેનાનો જયજય કાર કરતા સુત્રોચ્ચાર કરીને ઉજવણી કરી હતી તે તસ્વીર.(૨૧.૩)

 

(12:03 pm IST)